Wednesday, September 23, 2026
HomeNationalદિલ્હીની શાળાઓને લઈને કેમેરામાં સામ-સામે થયા ભાજપ અને AAP નેતા, જુઓ Video

દિલ્હીની શાળાઓને લઈને કેમેરામાં સામ-સામે થયા ભાજપ અને AAP નેતા, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ દિલ્હીમાં દારુ નીતિને લઈને શરૂ થયેલી શાબ્દીક જંગ હવે સ્કૂલ પર આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ અને ભાજપના નેતા ગૌરવ ભાટિયા તેના પગલે દિલ્હીના રસ્તા પર, સ્કૂલની બહાર એક કેમેરા પર તૂતૂ મેંમેં કરતા જોવા મળ્યા હતા. આપના સૌરભ અને ભાજપના ગૌરવ વચ્ચેની ચર્ચાનો આ વીડિયો ટ્વીટ કરીને એક બીજા પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે સરકારે 500 શાળાઓનો દાવો કર્યો છે, પણ તે લિસ્ટ નહીં આપી રહ્યા કારણ કે તે ખરેખરમાં ક્યારેય પણ બનાવાઈ જ નથી. ભાજપ દ્વારા કૌભાંડનો આરોપ લગાવાયો હતો.

ગૌરવ ભાટિયા આજે સૌરભ ભારદ્વાજના આમંત્રણ પર એક શાળામાં ગયો હતો. તેમણે AAP સરકારને પડકાર ફેંક્યો હતો કે તેઓ તેમને તેમના દ્વારા બનાવેલી એક જ શાળામાં લઈ જાય. પોતાનો વીડિયો શેર કરતી વખતે, AAP પ્રવક્તાએ દાવો કર્યો હતો કે ભાજપના નેતાએ શાળામાં પ્રવેશવાની અને “ભાગી જવાની” ના પાડી હતી. વીડિયોમાં, AAP સમર્થકોના જૂથ દ્વારા કરવામાં આવી રહેલા સૂત્રોચ્ચાર વચ્ચે ગૌરવ ભાટિયા સ્પષ્ટપણે તેમની કારમાં બેઠેલા જોવા મળે છે. સૌરભ ભારદ્વાજને “રહ ગયે” કહેતા સાંભળી શકાય છે.

- Advertisement -

સૌરભ ભારદ્વાજે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, વારંવાર રોકવાની વિનંતી કરવા છતાં શાળાની અંદર ન ગયો અને ભાગી ગયો. તેમને કહ્યું કે હવે અમારે વધુ 498 શાળાઓ જોવી છે, પરંતુ તેઓ માન્યા નહીં અને ભાગી ગયા. એક વીડિયો શેર કરતી વખતે ગૌરવ ભાટિયાએ પણ લખ્યું કે ભાગ કેજરીવાલ ભાગ. આ બીજી શાળા હતી જ્યાં AAP પ્રવક્તા લેવામાં આવ્યા હતા. 500 શાળાઓ બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું. પ્રથમ જૂની શાળા AAP સરકાર દ્વારા બનાવવામાં આવી નથી. બીજી શાળા AAP પ્રવક્તા પોતે માને છે કે હવે બનાવવામાં આવી રહી છે. 500નું લિસ્ટ વારંવાર માંગવા છતાં આપવામાં આવ્યું ન હતું, તમે જ જુઓ.

AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે મંગળવારે એક ટીવી ચેનલની ચર્ચામાં ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે તમે શાળાઓ ક્યાં બનાવી છે. હું કાલે 11 વાગે તમને મળવા આવીશ. ભાજપના નેતા ગૌરવ ભાટિયા સવારે આવ્યા હતા પરંતુ તેઓ શાળાની અંદર જવા માંગતા ન હતા. મેં તેમને શાળાના નવા બ્લોક્સ બતાવ્યા. જ્યારે અમે આગળની શાળાની અંદર ગયા ત્યારે તે કારમાંથી બહાર પણ ન નીકળ્યા. જ્યારે તેમના પર કેમેરો લગાવવામાં આવ્યો ત્યારે તેઓ મજબૂરીમાં બહાર આવ્યા હતા. મેં તેમને બતાવ્યું કે આ શાળામાં નવા બ્લોક કેવી રીતે બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે યાદી બતાવો, તો મેં કહ્યું કે તમે કહ્યું હતું કે, શાળાઓનું નિરીક્ષણ કરીશું. વિદ્યાર્થીઓ કહેતા હતા કે શાળાઓમાં બધું બદલાઈ ગયું છે. સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું કે ગઈકાલે તેઓ કહેતા હતા કે, ભાગ કેજરીવાલ ભાગ, પરંતુ આજે તે ભાગ ભાજપનો ભાગ બની ગયો છે. ભાજપના સાંસદો અને ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ આવશે તો બતાવીશું. અમે 500 થી વધુ શાળાઓ બનાવી છે. અમે 20 હજાર નવા ક્લાસરૂમ બનાવ્યા છે. નવી શાળાઓ પણ બનાવવામાં આવી છે અને નવા વર્ગખંડો પણ બનાવવામાં આવ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular