Wednesday, September 23, 2026
HomeGujaratગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI હડિયાએ કોર્ટને કહ્યું હતું કેમેરામાં ખરાબી હતી, હવે...

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI હડિયાએ કોર્ટને કહ્યું હતું કેમેરામાં ખરાબી હતી, હવે લાગ્યો રજૂ કરેલા ફૂટેજ પર એડિટેડ હોવાનો આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વિભાગના માથે છે, પરંતુ આ કાયદો અને વ્યવસ્થાના રક્ષકો જ પ્રજાને હેરાન કરે ત્યારે લોકો કોર્ટ સામે મીટ માંડે છે. તેવી જ રીતે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ફરિયાદી વેપારીને ખોટી રીતે માર માર્યો અને ત્યાર બાદ જે મુદ્દામાલ વેપારીનો છે જ નહીં તે મુદ્દામાલ સંભાળી લેવા ફરજ પાડ્યાના આક્ષેપ સાથે વેપારીએ કોર્ટમાં અરજી કરી છે.

આ મામલે કોર્ટે પોલીસ સ્ટેશનના PI જી. એમ. હડિયાને કોર્ટે CCTV ફૂટેજ સાથે હાજર રહેવા હુકમ કર્યો હતો, પરંતુ જે તે સમયે PIએ કોર્ટે માગેલા સમયે કેમેરા ટેકનીકલ ખામીથી બંધ હતા તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ બીજી વખતે PIએ કારણ બદલીને ઈલેક્ટ્રીક ઝટકાના કારણે કેમેરા ખરાબ થયાનું જણાવ્યું હતું.

- Advertisement -

આ મામલે ફરિયાદી વેપારી હિતેષ ભાગિયાના વકીલ સુરશ ફળદુએ કોર્ટમાં અરજી કરી હતી કે, પ્રજાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી ઘટના ઢાંકવા માટે PI હડિયાનો પ્રયાસ છે માટે તેઓ કોર્ટમાં 10 મુદ્દા મામલે ખુલાસો કરતું સોગંદનામું કોર્ટ સમક્ષ રજૂ કરે. આ અરજી પણ કોર્ટે મંજૂર કરી દીધી હતી અને બે દિવસમાં દસ મુદ્દાની વિગતો સાથે હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો હતો.

આ મામલે PI હડિયા કોર્ટ સમક્ષ 15 ઑડિયો, વીડિયો રેકોર્ડિંગવાળા નાઈટ વિઝન કેમેરા હોવા છતાં બે કેમેરાના ફૂટેજ સાથે હાજર રહ્યાં હતા. આ રજૂ કરેલા ફટેજમાં એકમાં ઑડિયો નથી, જ્યારે પોલીસ સ્ટેશનના બીજા માળના ફૂટેજમાં કે જ્યાં માર માર્યાનો આક્ષેપ છે ત્યાં ફૂટેજમાં વિઝ્યુઅલ માત્ર કમર સુધી દેખાય તેવું છે. ઉપરાંત આ ફૂટેજમાં તારીખ અને સમય પણ કપાઈ જતો હોય તેવું વકીલ ધ્યાન પર આવ્યું છે.

વકીલ સુરેશ ફળદુ જણાવે છે કે, PI હડીયાએ કોર્ટ સમક્ષ ફૂટેજ સાથે 65 બીનું સર્ટિફિકેટ કાયદાની જોગવાઈ મુજબ રજૂ કરવું પડે. કારણ કે પુરાવા અધિનિયમના 65 બીની જોગાવઈ મુજબ ઈલેક્ટ્રોનિક એવિડન્સ સાથે કોઈ પણ છેડછાડ કરવામાં નથી આવી તેનું પ્રમાણપત્ર આપવું પડે. પરંતુ PI હડિયા દ્વારા સોગંદનામા પર માહિતી રજૂ કરવામાં નથી આવતી જે શંકા ઉપજાવે છે.

- Advertisement -

આ મામલે ફરિયાદીના વકીલ સુરેશ ફળદુએ જણાવ્યું છે કે, “પોલીસ અધિકારીએ સુપ્રીમ અને હાઇકોર્ટની ગાઇડલાઇનનો ભંગ કર્યો હોવાથી તેમજ પોલીસે રજૂ કરેલી હકીકતો રેકોર્ડ પર વિરોધાભાસી આવી હોય અને કેટલાક ખુલાસાઓ પણ કર્યા ન હોવાથી PI હડિયાએ રજૂ કરેલા CCTV ફૂટેજ કોર્ટમાં ઓપન કરી બતાવી પોલીસ સામે કાનૂની કાર્યવાહીની રજૂઆત કરાશે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular