Sunday, July 13, 2025
HomeGujaratખંભાળિયામાં ખોટા ડેથ સર્ટિફિકેટ ઉભા કરી સેલ્સ મેનેજરે જ કંપની પાસેથી કરોડો...

ખંભાળિયામાં ખોટા ડેથ સર્ટિફિકેટ ઉભા કરી સેલ્સ મેનેજરે જ કંપની પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દ્વારકા: Dwarka Scam : દ્વારકાના ખંભાળિયામાં (Khambhaliya) ખોટા ડેથ સર્ટિફિકેટ (Fake death certificate) બનાવીને ઈન્સ્યોરન્સ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોય તેવી એક ફરિયાદ નોંધાઈ છે. ઈન્સ્યોરન્સ કંપનીના જ સેલ્સ મેનેજર (Sales Manager) અને તેના 6 સાગરીતોએ આ છેતરપિંડી (Cheating) કરી હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે. આ સેલ્સ મેનેજરે એક વ્યક્તિનું ખોટું ડેથ સર્ટિફિકેટ ઈન્સ્યોરન્સ કંપનીમાં જમા કરાવીને કરોડો રૂપિયાનો ક્લેમ પાસ કરવી લીધો હતો, આ વાતની જાણ થતાં ઈન્સ્યોરન્સ કંપનીના હેડઓફિસના ડેપ્યુટી મેનેજર વાસુદેવ પુંડલીકે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં (Khambhalia Police Station) ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના રિલાન્યલ લાઈફ ઇન્યોરન્સ (Reliance Nippon Life Insurance) ઓફિસના ડેપ્યુટી મેનેજર વાસુદેવ પુંડલીકે ખંભાળિયામાં રિલાન્યસ ઇન્સ્યોરન્સ કંપીનાના સેલ્સ મેનેજર ખેમા ચવાડા, મુકેશ ભરવાડ, ધના નંદાણીયા તેમજ અન્ય 4 કર્મચારીઓ મળીને કુલ 7 જેટલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફારીયાદમાં ઈન્સ્યોરન્સ કંપની સાથે કરોડો રૂપિયાની ઠગાઇ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

પ્રાથમિક જાણકારી મુજબ, 2008 થી લઈ 2019 દરમિયાન એટલે કે 11 વર્ષમાં ખંભળિયામાં 77 જેટલા અલગ-અલગ વીમાદારના પોલિસી ક્લેમ થયા હતા. જે બાબતની ખરાઈ કરતા ગ્રામ પંચાયતમાંથી 32 લોકોના મોતના દાખલાની ખરાઈ થઈ હતી અને 45 લોકોના મોતના દાખલામાં યોગ્ય નોંધણી ન હોવાથી શંકા ગઈ હતી.

45 જેટલા દાખલા ખોટા હોવાનું વીમા કંપનીના ઘ્યાન આવતા બનાવટી ડેથ સર્ટિફિકેટ ઉભા કરી આર્થિક લાભ મેળવાના હેતુથી ક્લેમ પાસ કરવાતા ખંભાળિયાના મેનેજર ખેમા ચાવડા, મુકેશ ભરવાડ, ધના નંદાણીયાએ અને કૌભાંડમાં સંડાવાયેલા અન્ય 4 વ્યક્તિઓએ વીમા કંપની સાથે વિશ્વાસઘાત કરી 1 કરોડથી વધુની રકમનો ચૂનો ચોપડ્યો હતો. આ મામલે દ્ઘારકા SOGએ તપાસ કરતા સમ્રગ કૌભાંડ સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ, પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે, સમ્રગ મામલની તપાસ દ્ઘારકા SOG દ્ઘારા કરવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular