નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતીઓ વેકેશનમાં મજા માણવા માટે જમ્મુ કશ્મીર અને હિમાચલ જતાં હોય છે. આવી જ રીતે કશ્મીરમાં(Jammu Kashmir) મજા માણવા ગયેલા અમદાવાદનાં (Ahmedabad) એક દંપતીનું નદીમાં ડૂબી (couple drowned in river) જવાથી મૃત્યુ થયું છે. પહેલગામમાં નદીમાં રિવર રાફ્ટિંગ (River Rafting) વખતે બોટ પલટી (boat capsize) જતાં દંપતી નદીમાં ડૂબી ગયું હતું, જેને લઈને રિવર રાફ્ટિંગ ચલાવતા સંચાલક સામે ઘણા સવાલો ઊભા થયા છે. સુરક્ષાની કોઈ સુવિધા વગર ખરાબ હવામાનમાં રિવર રાફ્ટિંગ કરાવ્યુ હોવાના આક્ષેપો સંચાલક સામે લાગી રહ્યા છે. કશ્મીર પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના કુષ્ણનગરમાં રહેતા ભીખાભાઈ પટેલ અને શર્મિલાબેન પટેલ ટુરમાં જમ્મુ-કશ્મીર ફરવા માટે ગયા હતા. હાલ ગરમીનું વેકેશન ચાલી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામા લોકો જમ્મુ-કશ્મીર ફરવા જઈ રહ્યા છે. ટુરમાં આ દંપતી પણ ગયું હતું. જ્યા તેમના ટુરના કેટલાક લોકો અનંતનાગ જિલ્લાના પહેલગામમાં રિવર રાફ્ટિંગ એક્ટિવીટી કરી રહ્યા હતા. આ દરમિયાન દંપતીનીં પણ ઇચ્છા થઈ અને રિવર રાફ્ટિંગ કરવા બોટમાં બેઠા હતા. રિવર રાફટિંગ કરતી વખતે ભારે પવન ફૂંકાવાના કારણે બોટનું બેલેન્સ બગાડતા બોટ નદીમાં પલટી ખાઈ ગઈ હતી અને કેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાં બે વ્યકિતના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે.
ઘટનાને પગલે જમ્મુ-કશ્મીરની સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દંપતીના મૃત્ય પાછળના કારણોની તપાસ શરૂ કરી છે. તેમજ રિવર રાફ્ટિંગ એકટિ્વીટ કરાવતી કંપની કે સંચાલકો સામે લોકોને લાઈફ જેકેટ કે સાધનસામ્રગી આપવામાં આવી હતી કે નહીં તે દિશામાં તપાસ હાથધરી છે. તેમજ મૃતકના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરાવી દીધુ છે અને તેમના મૃતદેહ અમદાવાદ લાવવા પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796