નવજીવન ન્યૂઝ. લીંબડી: સાળંગપુરમાં હનુમાનના વિવાદિત ભીંત ચિત્રોના વિવાદનો (Salangpur hanumanji temple controversy) સુખદ અંત આવ્યો છે. આજે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા મોડી રાત્રે હનુમાનની પ્રતિમાની નીચે લગાવેલા ભીંત ચિત્રોને હટાવી દેવામાં આવ્યા છે, જેને લઈ વિવાદનો અંત આવ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની (Swaminarayan Saints) મળેલી બેઠકમાં બાદ 36 કલાકની અંદર ભીંત ચિત્રો દૂર કરવા ખાતરી આપી હતી. પંરતુ સનાધર્મના સંતો-મહંતોનો આક્રોશ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. આજે પણ લીંબડી (Limbdi) ખાતે સંતો-મહંતોની મળેલી બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયના બહિષ્કારની પ્રતિજ્ઞા લેવામાં આવી છે.
સુરેન્દ્રનગરના (Surendranagar) લીંબડી ખાતે સમ્રગ ગુજરાતભરમાંથી સંતો-મહંતોની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં 14 જેટલા ઠરાવો કરવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરમાંથી ભીંત ચિત્ર હટી ગયા બાદ પણ સનાતન ધર્મના સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમના દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જે અંગે જ્યોતિનાર્થન મહારાજે સંતોને શપથ લેવડાવતા કહ્યું હતું કે, આજથી કોઈ પણ સ્વામીનારાયણ મંદિર કે સ્થળે જઈશું નહીં, હવે કોઈ પણ કાર્યક્રમમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને આવકારીશું નહીં, તેમના કાર્યક્રમમાં પણ હાજરી આપીશું નહીં. તેમજ કાયદાકીય રીતે લડત ચલાવાની વાત કરવામાં આવી છે. આગામી 10 દિવસ બાદ વધુ એકવાર જૂનાગઢ જિલ્લાના ગિરનારમાં સનાતનધર્મ સાધુ-સંતોની બેઠક મળવાની છે. જે બેઠકમાં સત્ય સંશોધન કમિટીની રચના કરવામાં આવશે.
જ્યોતિનાર્થ મહારાજએ કહ્યું હતું કે, સનાતન ધર્મના અપમાનને લઈ ઉગ્ર રજૂઆત અને લડત સૌનિકોએ આપી છે. એમણે ભીંત ચિત્રો હટાવ્યા છે. તેમના મગજમાંથી ભીંત ચિત્રો હટાવાની જરૂરિયાત છે. બીજ મંદિરોમાં હજી પણ આડેઘડ લખાણ લખેલા છે. તેમજ મૂર્તિઓ બનાવેલી છે, જ્યાં શિવ પૂજા કરતા હોય પાર્વતી પૂજા કરતા હોય તે પ્રકારે વિવિધ જગ્યા હજી પણ મૂર્તિઓ તેમજ લખાણ છે. જેને ત્વરિત દૂર કરવા જોઈએ.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








