Wednesday, July 1, 2026
HomeGeneralસાબરકાંઠા: SOG પોલીસે વડાલી અને જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 198 ચાઈનીઝ ફીરકી...

સાબરકાંઠા: SOG પોલીસે વડાલી અને જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 198 ચાઈનીઝ ફીરકી સાથે બે શખ્સોને દબોચી લીધા

- Advertisement -

નવજીવન.સાબરકાંઠાઃ ગુજરાતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં ઉત્તરાયણ પર્વમાં કરોડો રૂપિયાની ચાઈનીઝ દોરી અને તુક્કલનો ગેરકાયદેસર વેપલો ધમધમી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ચાઈનીઝ દોરાના ફિરકા અને રીલ વેચી રહેલા નાના-મોટા વેપારીઓ પર પોલીસ દ્વારા દરોડો પાડીને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. એસઓજી પોલીસે વડાલીના માણેક ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ચાઈનીઝ દોરીના વેપલાનો પર્દાફાશ કરી ૪૮ ફીરકીઓ સાથે શખ્સને તેમજ જાલીયા પાટીયા નજીક એક દુકાનમાંથી ૧૫૦ ફીરકી સાથે વેપારીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.



- Advertisement -

સાબરકાંઠા પીએસઆઈ કોમલ પટેલ અને તેમની ટીમે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરતાં વડાલીના માણેક ચોક વિસ્તારમાં ધોળી ફળીમાં હરેશ મહેન્દ્ર રાવલ નામનો શખ્સ ઘરે ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી મહેન્દ્ર રાવલના ઘરેથી ૯ હજારથી વધુની ૪૮ ફીરકીઓ સાથે ઝડપી લીધો હતો તેમજ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશોતર ત્રણ રસ્તાથી આગળ જાલીયા પાટીયા નજીક દુકાનમાંથી ૩૦ હજાર રૂપિયાની ૧૫૦ ફીરકીઓ સાથે દુકાન માલિક સૌરભ ભરતભાઈ પટેલ (રહે, ફીચોડ) ને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular