નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સવારે યુક્રેન પર સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રશિયન સૈનિકોએ યુક્રેન પર અનેક બાજુથી આક્રમણ કર્યું છે. યુક્રેન પર હુમલાને લઈને ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ દરમિયાન યૂક્રેન સંકટને લઇને વડાપ્રધાન મોદી આજે સાંજે બેઠક કરશે. યુક્રેન સંકટના કારણે કાચા તેલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલની પાર ચાલી રહ્યું છે.
એક સરકારી સૂત્રએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે વડા પ્રધાન ગુરુવારે સાંજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે, જેમાં રશિયા અને યુક્રેન કટોકટીની આર્થિક અસરને ઘટાડવાની રીતો અને ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવોની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓ અને મીડિયાએ જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપ્યા બાદ ગુરુવારે રશિયન સૈન્યએ યુક્રેનના અનેક શહેરોમાં મિસાઇલો છોડી હતી અને યુક્રેનના દરિયાકિનારે તેના સૈનિકોને ઉતાર્યા હતા.
યુક્રેનના રાજદૂત ઇગોર પોલીખાએ ગુરુવારે કહ્યું હતું કે તેમનો દેશ(યુક્રેન) રશિયાના લશ્કરી આક્રમણને કારણે સર્જાયેલા સંકટ અંગે ભારતના વલણથી “એકદમ અસંતુષ્ટ” છે. તેમણે પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે ભારતનો ટેકો પણ માંગ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જે ગણ્યાગાંઠ્યા નેતાઓને સાંભળે છે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે અને ભારત રશિયા સાથેની આ નિકટતાનો ઉપયોગ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કરી શકે છે. રાજદૂતે કહ્યું કે યુક્રેન આ કટોકટી અંગે ભારતના વલણને જોઈ રહ્યું છે અને તેનાથી “એકદમ અસંતુષ્ટ” છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












