જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): રશિયાએ યૂક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ યૂક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલ્સથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરતા ૪૦૦ થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાંથી મોટા ભાગના યુક્રેનની રાજધાનીમાં તબીબી અભ્યાસ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જેમાં અરવલ્લી જીલ્લાના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. જિલ્લા ડિઝાસ્ટર વિભાગે પણ જીલ્લાના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાની વાતની પુષ્ટી કરી હતી.
યુક્રેનમાં અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પીપોદરા ગામનો ધ્રૂમિત હસમુખ ભાઈ પટેલ અને ભિલોડા તાલુકાના નાંદોજ ગામનો ભાવેશ વણઝારા નામના બંને વિદ્યાર્થીઓ ફસાયા છે બંને વિદ્યાર્થીઓ યુક્રેનમાં તબીબી અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધની સ્થિતિના પગલે બંને વિદ્યાર્થીઓના પરિવારજનો ભારે ચિંતાતુર બન્યા છે અને સરકાર સમક્ષ બંને વિદ્યાર્થીઓને ઝડપથી પરત લાવવા ગુહાર લગાવી છે.
યુક્રેનાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે યુદ્ધ શરૂ થતાં લોકોમાં ભયનો માહોલ છે. યુક્રેનમાં ભારે અફરાંતફરીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. યુક્રેનમાં રહેતા લોકો જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા દોડી રહ્યા છે. કીવ શહેરમાં કરીયાણુ અને એટીએમ સેન્ટરો પર લાંબી કતારો લાગી છે. વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે. યુક્રેનમાં રહેતા ભારતીયોની મદદ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. આ સાથે જ ત્યાં ફસાયેલા લોકો અહીં જણાવેલી વેબસાઈટ ઉપર પણ મદદ માંગી શકે છે.
અરવલ્લી: યુક્રેનમાં જીલ્લાના બે વિદ્યાર્થીઓ ફસાયા, પરિવારો ચિંતાતુર,ગુજરાતના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ રાજધાની કિવમાં ફસાયાની આશંકા#Ukraine #UkraineRussiaCrisis #indianstudents pic.twitter.com/WfzMlEjNt3
— Navajivan News (@NavajivanNews) February 24, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












