નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ દિવસે અને દિવસે વણસી રહ્યું છે. છેલ્લા 7 દિવસથી યુક્રેનમાં રસિયા દ્વારા લશ્કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને યુક્રેન પોતાના બચાવ માટે ઝઝૂમી રહ્યું છે ત્યારે વિશ્વના મોટા ભાગના દેશો આ મુદ્દે રશિયાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે બાકીના દેશો તટસ્થ છે. આવા સમયે હવે રશિયા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે.
રશિયાએ જ્યારે યુક્રેન પર લશ્કરી કાર્યવાહી શરૂ કરી તે દિવસથી જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે અને ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓએ જોર પકડ્યું છે. વિશ્વના બીજા દેશો જાણે વિશ્વયુદ્ધની આશંકાઓને અવગણી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના નિવેદને વિશ્વના તમામ દેશોના વાડાઓને વિશ્વ શાંતિ સ્થાપિત થાય તે દિશામાં વિચારવા મજબૂર કર્યા છે.
આજે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે, જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેમાં પરમાણુ હથિયારો પણ આ યુદ્ધમાં સામેલ હશે અને આ યુદ્ધ વિનાશક હશે. આ માહિતી રશિયાના સરકારી મીડિયા સ્પુટનિકે આ માહિતી આપી હતી. યુક્રેનમાં બોમ્બ ધડાકા વચ્ચે રશિયન સેનાએ યુક્રેનના ખુરાસાન શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે.
લવરોવે કહ્યું કે જો યુક્રેન પરમાણુ હથિયાર મેળવે તો રશિયાને “વાસ્તવિક ખતરા”નો સામનો કરવો પડશે. રશિયાએ ગયા અઠવાડિયે યુક્રેન વિરુદ્ધ વિશેષ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












