Thursday, April 23, 2026
HomeGeneralRRR Box Office Collection Day 1: રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મે...

RRR Box Office Collection Day 1: રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મે તોડ્યા તમામ રેકોર્ડ, બમ્પર ઓપનિંગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ એસ એસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે. બાહુબલી ફ્રેન્ચાઇઝી પછી રાજામૌલીની આ પહેલી ફિલ્મ છે. લોકો કેટલા સમયથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં રામ ચરણ, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ જેવા મોટા સ્ટાર્સ છે. આ ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે ધમાલ મચાવી દીધી છે. સાથે જ હવે લોકો આ ફિલ્મ જોયા બાદ માસ્ટરપીસ કહી રહ્યા છે. ફિલ્મના ઓપનિંગ ડેનું પણ શાનદાર કલેક્શન રહ્યું હતું. આ ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે બમ્પર કમાણી કરી હતી.



અહેવાલો અનુસાર, આ ફિલ્મે માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જ 120 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો અને આ સાથે જ આ ફિલ્મ સૌથી વધુ ઓપનર્સમાંની એક બની ગઈ હતી. સાથે જ આ ફિલ્મે તમિલનાડુમાં 10 કરોડ, કર્ણાટકમાં 14 કરોડ, કેરળમાં 4 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ફિલ્મના હિન્દી વર્ઝને પણ બોક્સ ઓફિસ પર 25 કરોડની કમાણી કરી હતી, ઓવરસીઝ બિઝનેસની વાત કરીએ તો ફિલ્મે 75 કરોડનો આંકડો પાર કરી લીધો છે. કુલ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 260 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે પહેલા દિવસે અંદાજિત 226 કરોડની કમાણી કરી હતી, જેને બાહુબલી 2 ફિલ્મનો 121 કરોડનો રેકોર્ડ તોડ્યો હતો.

આ ફિલ્મે અત્યાર સુધી તેલુગુમાં 120 કરોડ, તમિલમાં 10 કરોડ, હિન્દીમાં 25 કરોડ, કર્ણાટકમાં 14 કરોડ, કેરળમાં 4 કરોડ અને ઓવરસીઝમાં 75 કરોડ એમ કુલ 260 કરોડની કમાણી કરી છે. RRRની વાત કરીએ તો તેને દેશભરમાં 5000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મે પહેલા જ દિવસે ધમાકેદાર કમાણી કરી, આવી રીતે કહી શકાય કે વિકેન્ડ પર અને આવનારા દિવસોમાં આ ફિલ્મ કમાણીના મામલે મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે.



આ ફિલ્મ ઇતિહાસ પર આધારિત એક કાલ્પનિક વાર્તા છે. એવા ઘણા વીડિયો છે જે વાયરલ થયા છે જેમાં દર્શકો સીટીઓ મારતા અને અવાજ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મની ધૂમ મચેલી છે. હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે, વિદેશમાં પણ આ ફિલ્મનો ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાના પુરાવા મળી રહ્યા છે. તસવીરોમાં લોકો ફિલ્મના ફોટોવાળી ટી શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે. લોકો કેક કાપીને ફિલ્મની રિલીઝની ઉજવણી કરી રહ્યા છે.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular