Monday, June 22, 2026
HomeGujaratઆદિવાસી રિક્ષા ચાલકની પુત્રીએ જીમનાસ્ટીકમાં મેળવ્યા 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2...

આદિવાસી રિક્ષા ચાલકની પુત્રીએ જીમનાસ્ટીકમાં મેળવ્યા 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): કંઈક મેળવવુ હોય તો સવલતની નહીં પણ મેહનતની જરૂર હોય છે. પોતાના લક્ષ્ય સુધી પહોંચવા અતૂટ મેહનત કરો તો સફળતા તમને સામે ચાલીને શોધતી આવશે. અહીંયા વાત છે નર્મદા જિલ્લાના રાજપીપળાના આદિવાસી રિક્ષા ચાલકની 16 વર્ષીય દીકરીની જેણે પોતાની અતૂટ મેહનતના જોરે જીમનાસ્ટીકમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના પરિવારની સાથે સાથે નર્મદા જિલ્લાનું નામ પણ દેશમાં રોશન કર્યું છે.



રાજપીપળામાં રેહતા મહેશ વસાવા પોતાના શરૂઆતના દિવસોમાં મજૂરી કરી, ફળ અને ફ્રૂટ પણ વેચ્યા અને ત્યાર બાદ હાલમાં રિક્ષા ચલાવી પત્ની, એક પુત્રી-એક પુત્રના નાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. પોતાની પુત્રી પ્રીતિને રમત ગમતમાં રુચિ હોવાનું પિતા મહેશ વસાવાને લાગતા એમણે પ્રીતિને ભણતરની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે આગળ વધારવાનું નક્કી કર્યું. એમણે પેટે પાટા બાંધીને પ્રીતિને ભણાવી પણ ખરી અને જિમનાસ્ટીકની ટ્રેનિંગ પણ અપાવી. બહેનને જોઈ ભાઈ ભાવેશને પણ જિમનાસ્ટીકમાં રુચિ લાગી હાલમાં એ પણ 12 વર્ષની નાની ઉંમરે જિમનાસ્ટીક ક્ષેત્રે આગળ વધવા મેહનત કરી રહ્યો છે.

પિતા મહેશ વસાવા જણાવે છે કે પ્રીતિ જ્યારે 3 જા ધોરણમાં હતી ત્યારે એને આર્ટીસ્ટીક જિમનાસ્ટીકમાં બહાર રમવા જવાનું થયું હતું. એ છેલ્લા 5-6 વર્ષથી આ ક્ષેત્રે અવાર નવાર દેશના વિવિધ રાજ્યોમાં રમવા પણ જઈ ચુકી છે. હાલ પ્રીતિ વસાવા ધોરણ 10 માં અભ્યાસ પણ કરે છે અને સાથે સાથે આર્ટીસ્ટીક જિમનાસ્ટીકમાં પણ પોતાની કારકિર્દી બનાવી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલી કોમ્પિટિશનમાં પ્રીતિએ અત્યાર સુધી 30 જેટલા સર્ટિફિકેટ, 7 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, એ અગાઉ નેશનલ કક્ષાએ પણ સિલેક્ટ થઈ ચૂકી છે. પ્રીતિએ આર્ટીસ્ટીક જિમનાસ્ટીકમાં નામના મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે. હાલ પ્રીતિ વસાવાને સરકાર દ્વારા પ્રોત્સાહનના ભાગ સ્ટાઈપેન્ડ મળી રહ્યું છે પણ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર પણ એ આદિવાસી દીકરીને સન્માનિત કરે તો એને વધુ પ્રોત્સાહન મળે એમ છે.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular