Friday, May 1, 2026
HomeGeneralવલસાડઃ મામલતદારને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની નજર સામે એક વૃદ્ધે ખખડાવી નાખ્યા, વૃદ્ધ...

વલસાડઃ મામલતદારને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની નજર સામે એક વૃદ્ધે ખખડાવી નાખ્યા, વૃદ્ધ પર હત્યાની ધમકીનો કેસ થયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: વલસાડમાં હાલ મહેસૂલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહેસૂલ મેળામાં ભાગ લેવા માટે આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા હતા, ત્યારે તેમની હાજરીમાં જ એક વૃદ્ધે મામલતદરને જાહેરમાં ખખડાવી કાઢ્યા અને મામલતદરને મારી નાખવાની ધમકી આપી હતી.



ખરેખર ઘટના એવી હતી કે આ વૃદ્ધ જેમનું નામ હોલિયાભાઈ ઘોડી છે તે છેલ્લા ઘણા સમયથી પોતાની જમીનના પ્રશ્નને લઈને મામલતદાર કચેરીના ધક્કા ખાય છે. તેમણે આ અંગે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને પણ રજૂઆત કરી હતી. છતાં તેમના પ્રશ્નનું નિરાકરણ ન આવતા તેમણે જાહેરમાં ઉમર ગામના મામલતદાર પ્રતિક જાખડ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વૃદ્ધની ફણસા ખાતેની જમીનનો કેસનો ઉકેલ ન આવતા વૃદ્ધ અકળાયા હતા. તેમણે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને રજૂઆત કરી હતી. તેમ છતાં વૃદ્ધની સમસ્યાનું નિવારણ ન આવ્યું તેવા તેમણે આક્ષેપ કર્યા છે. જેથી તેઓ મેળામાં જ મામલતદાર પર બરોબરના બગડ્યા અને મેળામાં મંત્રીની સામે જ મામલતદારને ખખડાવ્યા હતા.



આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે આ વૃદ્ધ મંત્રીની સામે પોતાની રજૂઆત કરી રહ્યા છે અને ત્યાર બાદ એકાએક મામલતદાર સામેનો પોતાનો રોષ જાહેરમાં જ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે મંત્રીની સામે જ જાહેરમાં બોલે છે કે બીજા ખેડૂતોની જમીન છોડી શકાય છે તો મારી કેમ નહીં. મામલતદાર કચેરીમાં જ મામલતદરને જાનથી મારી નાખીશ. બધાની સામે જ બોલું છું જાનથી મારી નાખીશ.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular