Friday, June 26, 2026
HomeGeneralઅમદાવાદની રથયાત્રાની સુરક્ષાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સમિક્ષા, આજે પોલીસ બંદોબસ્ત...

અમદાવાદની રથયાત્રાની સુરક્ષાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સમિક્ષા, આજે પોલીસ બંદોબસ્ત સાથે યોજાયું રિહર્સલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા(ahmedabad) દર વર્ષે જગન્નાથની રથયાત્રા(Rathyatra) યોજાય છે, સામાન્ય રીતે જગન્નાથની રથયાત્રા ભવ્યતાથી કાઢવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે આ રથયાત્રા અત્યંત સાદગી સાથે કાઢવામાં આવતી હતી જેમાં શ્રદ્ધાળુઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ વર્ષે મહામારીની સ્થિતિ સુધારી હોવાને કારણે આ વર્ષે પહેલાની જેમ શ્રદ્ધાળુઓને જગન્નાથની યાત્રા જોવા મળે તેમ રથયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે આ રથયાત્રાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) હજાર રહ્યા હતા.



અમદાવાદમા યોજાતી આ રથયાત્રા એક અનોખુ મહત્વ ધરાવે છે. ઓડિશાના જગન્નાથ (Odisha Rathyatra) મંદિર બાદ આમદવાદની રથયાત્રા આખા દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. જેના કારણે વર્ષોથી પરંપરા ચાલતી આવી છે કે અમદાવાદ પોલીસ(Ahmedabad Police) આ રથયાત્રાને રક્ષણ આપે છે. અમદાવાદમા રથયાત્રા નજીક આવતા જ અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, આ ઉપરાંત આ વર્ષે થોડા સમય અગાઉ જ એક આતંકવાદી સંગઠને અમદાવાદ સહિત દેશના કેટલાક શહેરોમાં આતંકી હુમલાની(Terrorist Attack) ધમકી આપી હતી જેના કારણે અમદાવાદ પોલીસ વધુ સતર્કતા સાથે આ વર્ષે રથયાત્રાની સુરક્ષાની તૈયારીઓ કરી રહી છે.

આ વર્ષે રથયાત્રા માટે પોલીસ દ્વારા 25 હજાર જેટલા પોલીસકર્મીઓને રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. આજે રથયાત્રાના થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા રથયાત્રાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાતે હજાર રહ્યા હતા અને રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના રિહર્સલ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના(BJP) શહેર પ્રમુખ અમિત શાહ(Amit Shah), ભાજપ મહામંત્રી ભુષણ ભટ્ટ(Bhushan Bhatt) અને પોલીસના તમામ અધિકારીઓએ પણ હજાર રહ્યા હતા. રથયાત્રાના રિહર્સલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસની સાથે રથયાત્રાના રુટનું ફૂટ પેટ્રોલીંગ(Foot Patrolling) કરીને સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું.



આ વર્ષે રથયાત્રા વર્ષોની પરંપરા મુજબ ધામધુમથી કાઢવામાં આવશે. આ વર્ષે રથયાત્રામાં 8 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા તેમજ હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular