Wednesday, April 22, 2026
HomeGujaratરાજકોટઃ ઈન્સ્ટા પર રિલ બનાવવા નબીરાઓ ભાન ભૂલ્યા, ડેમના ભાગમાં કર્યો સ્ટંટઃ...

રાજકોટઃ ઈન્સ્ટા પર રિલ બનાવવા નબીરાઓ ભાન ભૂલ્યા, ડેમના ભાગમાં કર્યો સ્ટંટઃ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ હજુ તો હમમાંની જ વાત છે જ્યારે રાજકોટ કલેક્ટર દ્વારા ડેમ, તળાવ, સરોવરો નજીક બિન જરૂરી પ્રવાસ ટાળવાની લોકોને અપીલ કરવામાં આવી હતી. દરમિયાનમાં જ ડેમના ભાગમાં સ્ટંટ કરતાં નબીરાઓનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક કારની આસપાસ બે યુવાનો લટકી જાય છે અને તે ડેમની વચ્ચે ઊંડા પાણીમાંથી કાર કાઢે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઈન્ટાગ્રામ સોશિયલ એકાઉન્ટ પર રિલ બનાવવા અને તેમાં લાઈક્સ મેળવવા માટે કેટલાક યુવાનો ગેલા બન્યા છે. લઈક કરતા લાઈફ કેટલી મહત્વની છે તે તેમના માનસમાં ફીટ થતું જ નથી અને ઘણી વખત જીવને જોખમ થઈ જાય તેવા સ્ટંટ કરી દેતા હોય છે. આવો જ એક સ્ટંટ હાલમાં રાજકોટમાં સામે આવ્યો છે. મળી રહેલી વિગતો અનુસાર આ સ્ટંટ રાજોકટના ન્યારી ડેમ પર કરવામાં આવ્યો છે.

- Advertisement -

ભારે વરસાદને પગલે ડેમ સાઈટ નજીક જવા પર પ્રતિબંધ હોવા છત્તાં અહીં જાણે મોજ મસ્તી કરવા યુવાનો આવી પહોંચ્યા હોય તેવો ઘાટ છે. જોકે હજુ સુધી આવા સ્ટંટ કરનાર શખ્સ કોણ છે કે તેઓની સામે કાર્યવાહી થઈ કે કેમ તે અંગેની કોઈ વિગતો સામે આવી નથી. આવો જોઈએ વીડિયો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular