Sunday, April 19, 2026
HomeGujaratરાજકોટ લોકમેળાને લઈ પોલીસ કમિશનરનો આદેશઃ આ રસ્તાઓ થયા બંધ

રાજકોટ લોકમેળાને લઈ પોલીસ કમિશનરનો આદેશઃ આ રસ્તાઓ થયા બંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં બે વર્ષ બાદ આ વર્ષે લોકમેળાને સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. આ વર્ષે લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને વાહન વ્યવહારમાં સમસ્યા ન આવે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાજકોટના લોકમેળાને આવતીકાલે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. હાલ તંત્ર દ્વારા મેળાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે લોકમેળાને “આઝાદીનો અમૃત લોકમેળો” નામ આપવામાં આવ્યું છે. લોકમેળો 17થી 21 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. આ 5 દિવસ દરમિયાન 10થી 15 લાખ લોકો ઉમટી શકે છે. જેથી લોકો શરળતાથી મેળાને માણી શકે તે અને પાર્કિગમાં મુશ્કેલી ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને રેસકોર્સની ફરતે આવેલા રસ્તાને નો પાર્કિગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

લોકમેળા દરમિયાન પાંચ દિવસ સુધી રેસકોર્સની ફરતે અઢી કિ.મીના રીંગરોડને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત બહુમાળી ભવન સર્કલથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ, પોલીસ હેડ કવાર્ટરથી જુની એન.સી.સી. ચોક, આમ્રપાલી અંડરબ્રીજથી રેસકોર્ષ રીંગરોડ, ચાણક્ય બીલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક, બહુમાળી ભવન ચોકથી જીલ્લા પંચાયત ચોક સુધી, જુની એન.સી.સી. ચોકથી કિસાનપરા ચોક, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ, IBની ઓફિસથી પો,અધિ. રાજકોટ ગ્રામ્યના બંગલા, વિશ્વા ચોકથી જુની એન.સી.સી. ચોક સુધીના રસ્તાઓ બંધ કરવામાં આવશે. જ્યારે રેસકોર્ષ રીંગરોડ જીલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, જુની એન.સી.સી. ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, કિશાનપરા ચોક, ચાણક્ય બીલ્ડીંગ ચોક થી ફુલછાબ ચોક, જીલ્લા પંચાયત ચોકના રસ્તાને નો-પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular