Monday, January 20, 2025
HomeGujaratRajkotહાર્ટ એટેકના વધતા કિસ્સા! રાજકોટમાં 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

હાર્ટ એટેકના વધતા કિસ્સા! રાજકોટમાં 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

- Advertisement -

નવજીનવ ન્યૂઝ. રાજકોટ: Rajkot Heart Attack News: છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કયારેક ક્રિકેટમાં રમતા રમતા, જીમમાં કસરત કરતા કે પછી બાઈક ચલાવતા યુવાનો હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે. ગતરોજ સુરતમાંથી (Surat) 42 વર્ષીય આધેડને હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યુ હતું તે ઘટના હજી તાજી છે. ત્યારે આજે રાજકોટમાં (Rajkot) 19 વર્ષીય યુવાનનો હાર્ટ એટેકના (Heart Attack) કારણે મૃત્યુ (Youth Dies) થતા ચકચાર મચી જવા પામી છે.

વધુ વાંચો : સુરત: બાઈક પર પાછળ બેઠેલા વેપારીને હાર્ટ એટેક આવતા મોત

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા 19 વર્ષીય આદર્શ સાવલિયા નામના યુવાનને છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને સખત હાથ-પગ દુઃખતા હતા. એવામાં યુવક ઘરના બાથરૂમમાં જતા સમયે છાતીમાં અચાનક દુઃખાવો ઉપાડતા યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. જેને લઈ પરિજનોએ તાત્કાલિક યુવાનને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર ડૉકટરોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળતા માતાનું ભારે આક્રંદ જોવા મળ્યુ હતું.

- Advertisement -

આ પણ વાંચો : રાજકોટઃ ક્રિકેટ રમતાં હાર્ટ એટેક આવતા જિંદગીની ઇનિંગ હાર્યો યુવાન

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ રાજસ્થાનના એક 42 વર્ષીય વેપારી કાપડની ખરીદી માટે સુરત આવ્યા હતા. જ્યાં તેઓ બાઈક પર સવાર થઈ કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ નીચે પટકાયા હતા. જેમાં હાર્ટ એટેકના કારણે અકાળે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું.

TAG: Rajkot News, Rajkot Youth Dies Of Heart Attack, Rajkot Heart Attack News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular