નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ગઈ કાલે જાણીતા પાટીદાર આગેવાન,એડ્વોકેટ અને બિલ્ડર મહેન્દ્ર ફળદુએ પોતાની જ ઓફિસમાં દવા પીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, ત્યાર બાદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાના સંદર્ભમાં કુલ 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ કરવા માટે એસઆઇટી (SIT)ની રચના કરવામાં આવી છે.
મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતાં પહેલા એક અંતિમચિઠ્ઠી લખીને દરેક જાણીતા અખબારોને તેની એક કોપી મોકલી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે ઓઝોન ગ્રૂપને તેમની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. આ અંતિમચિઠ્ઠીના અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી કરીને 7 લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ તપાસ કરવા માટે સ્પેશિયલ એસઆઇટી(SIT)ની રચના કરવામાં આવી છે, જેમાં 4 અલગ અલગ ટિમ દ્વારા આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા મહેન્દ્ર ફળદુના મૃતદેહ પાસેથી મળેલી ચિઠ્ઠી અને તેમના મોબાઈલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરવાના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને મૃતકની પોતાના જ અવાજમાં રેકોર્ડ કરેલી એક વોઇસ ક્લિપ પણ મળી છે જે તપાસમાં ઉપયોગી થશે.
આ અંગેની પ્રેસ કોન્ફર્ન્સ્મ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, “આ સમગ્ર મામલાની જાણ તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીને થઈ હતી. સવારે કર્મચારી ઓફિસમાં આવ્યો ત્યારે પોતાના માલિકને આત્મહત્યા કરેલી હાલતમાં જોતા કર્મચારીએ મૃતકના ભાઈ અને દિકરાને જાણ કરી હતી. સમગ્ર બનાવની જાણ થતા જ આ બંને વ્યક્તિઓ ઓફિસ પર પહોંચ્યા હતા. ઓફિસ પર પહોંચતાની સાથે જ મૃતકે લખેલી ચિઠ્ઠી સામે આવી હતી. જેમાં મારા મોબાઇલ ફોનનો ડેટા ઓન કરવો તેવું લખ્યું હતું. મૃતકના મોબાઇલ ફોનનો ડેટા ઓન કરતાની સાથે જ મૃતકે આત્મહત્યા કરતાં પૂર્વે પોતાના મોબાઇલ ફોનનો ડેટા ઓફ કરી જેટલા લોકોને પ્રેસનોટ મોકલાવી હતી, તે તમામને સેન્ટ થઈ હતી.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “સમગ્ર મામલે મહેન્દ્રભાઇને આપઘાત કરવા મજબૂર કરનાર રાજકોટના બે તેમજ અમદાવાદના પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી ચાર જેટલી ટીમ બનાવવામાં આવી છે. મૃતકે જે પ્રેસનોટ રિલીઝ કરી છે તેમજ તેના પરિવારજનોના નિવેદન સામે આવ્યા છે તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, આરોપીઓ મહેન્દ્ર ફળદુ તેમજ તેના થકી જેટલા પણ લોકો એ રોકાણ કર્યું હોય તેમને પૈસા પરત આપવા માની રહ્યા નહોતા.”
મહેન્દ્ર ફળદુ કેસમાં આરોપીઓના નામ
1.) એમ.એમ. પટેલ ઉર્ફે મનસુખભાઈ સુરેજા
2.) અમિત જયમલભાઈ ચૌહાણ
3.) દીપકભાઈ મણિલાલ પટેલ
4.) અતુલભાઈ મહેતા
5.) જયેશકુમાર કાંતિલાલ પટેલ
6.) પ્રકાશ ચંદુલાલ પટેલ
7.) પ્રણયભાઈ કાંતિલાલ પટેલ
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












