Saturday, April 25, 2026
HomeGujaratભાયાવદર નગરપાલીકા પ્રમુખ પીધેલી હાલતમાં ઝડપાયા, દારુ પીને પોલીસને ગાળો ભાંડી

ભાયાવદર નગરપાલીકા પ્રમુખ પીધેલી હાલતમાં ઝડપાયા, દારુ પીને પોલીસને ગાળો ભાંડી

- Advertisement -

નવજીવન. ભાયાવદરઃ ભાયાવદરમાં ગઈકાલે રાતના સમયે કેટલાક અસામાજીક તત્વોએ જુના બસ સ્ટેન્ડ વીસ્તારમાં ચોકમાં અંગ્રેજી દારુની ખાલી બોટલો જાહેરમાં ગાઠવીને મુકી દીધી હતી. આ વાતની જાણ ભાયાવદર નગરપાલીકાના પ્રમુખ (Municipal President of Bhayavadar) નયન જીવાણીને થતા તેમણે ત્યા પહોંચી ગયા હતા અને પોલીસને આ અંગે બેફામ ગાળો ભાંડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે નયન જીવાણી (Nayan Jivani) પોતે દારુના નશામાં હતા.



ભાયાવદરમાં ગઈકાલે કેટલાક વ્યક્તીઓએ જુના બસ સ્ટેન્ડ વીસ્તારમાં ચોકમાં અંગ્રેજી દારુની ખાલી બોટલો જાહેરમાં મુકી દીધી હતી, ત્યાર બાદ ભાયાવદર નગરપાલીકા પ્રમુખ નયન જીવાણી દારુના ચિક્કાર નશામાં આ સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં આવીને તેમણે સ્થાનીક પોલીસને બાફામ ગાળો ભાંડી હતી. ત્યાં ઉભેલા લોકોના ટોળામાંથી એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો લઈને વાયરલ કર્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ ભાયાવદર પોલીસ હરકતમાં આવી હતી અને પીએસઆઈ એસ.વી.ગોજીયા અને તેમની ટીમ દ્વારા નગરપાલીકા પ્રમુખ નયન જીવાણીને પીધેલી હાલતમાં તેમની ઘર તરફ જતી વખતે ઝડપી પાડ્યા હતા. આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા નયન જીવાણી સામે દારુ પીવાનો અને પોલીસને જાહેરમાં ગાળો બોલવા માટે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular