Wednesday, July 8, 2026
HomeGujaratઅમદાવાદમાં ડી.જે સ્નેકના શોમાં 3.17 લાખના ત્રણ મોબાઈલ ચોરાયા

અમદાવાદમાં ડી.જે સ્નેકના શોમાં 3.17 લાખના ત્રણ મોબાઈલ ચોરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ વિશ્વ પ્રખ્યાત ફ્રેન્ચ મ્યુઝિક પ્રોડ્યુસર ડી.જે. સ્નેક (D.J. Snake) નો અમદાવાદમાં ગત 18 તારીખે એસજી હાઈવે (SG Highway) પર આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટમાં એક મ્યુઝિક શો યોજાયો હતો. જેમાં મોંધીદાટ ટિકિટો ખરીદીને હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં ચોર ટોળકી પણ ઘુસી હોવાનું જાણવા મળી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન 3 લોકોના ફોન ખીસ્સામાંથી ચોરાયા છે. જોકે ચોરે એટલી સફળતા પુર્વક કળા કરી કે હજારોની સંખ્યા હોવા છતાં કોઈને નજર પણ ન પડી.

પ્રાપ્ત વિગત અનુસાર, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રિતુબહેન પટેલ 18 તારીખના ડી.જે. સ્નેકના કાર્યક્રમમાં તેમના પતિ સાથે ગયા હતા. આ દરમિયાન તેમણે તેમના પેન્ટના ખિસ્સામાં 1.9 લાખની કિંમતનો મોબાઈલ ફોન મુક્યો હતો. રાત્રે કાર્યક્રમ પુરો થયો બાદ તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે જાણ થઈ કે ફોન ગાયબ હતો. જોકે આસપાસ તેમણે મોબાઈલ ગોતવાનો પ્રયત્ન કર્યો હતો પણ ફોન મળ્યો ન હતો.

- Advertisement -

આ દરમિયાન તેમને જાણ થઈ કે, કાર્યક્રમમાં આવેલા મૃગાં રાજપૂરાનો 1.27 લાખનો ફોન પણ ચોરાયો છે. અને અન્ય એક ક્રિશ સબનાણીનો પણ 81 હજારનો ફોન ચોરાયો છે. આમ આ કાર્યક્રમમાં કુલ 3.17 લાખના 3 મોબાઈલની ચોરી થઈ હતી. સમગ્ર બાબતે રિતુબહેને સરખેજ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરતાં પોલીસે સીસીટીવી ફુટેજ અને મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular