Tuesday, June 30, 2026
HomeGeneralરાજકોટ: પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો બદનક્ષીનો દાવો, જમીન કૌભાંડ બાબતે તેમના પર આંગળી...

રાજકોટ: પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો બદનક્ષીનો દાવો, જમીન કૌભાંડ બાબતે તેમના પર આંગળી ચીંધવામાં આવી હતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ રાજકોટના રાજકીય વતાવારણમાં ગરમાવો આવ્યો હતો. રાજકોટ પોલીસ કમિશન અને ક્રાઇમ બ્રાન્ચ પર અનેક વસૂલી અને જમીન પચાઈ પડવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.જો કે અનેક ફરિયાદીઓએ આ અંગેની જાણકારી મીડિયા સમક્ષ આવીને આપી હતી. તેવામાં રાજકોટ કોંગ્રેસ દ્વારા ૫૦૦ કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સામે પણ આક્ષેપ કર્યા હતા. જો કે આજે વિજય રૂપાણીએ આપક્ષે કરનારા સામે બદનક્ષીનો દાવો કર્યો છે.



સમગ્ર બાબતે વિજય રૂપાણી તરફના વકીલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગત ૨૨ ફેબ્રઆરીએ કોંગ્રેસના વિપક્ષના નેતા, દંડક અને ઉપનેતાએ એક પ્રેસનોટ પ્રસારિત કરી હતી. ત્યાર બાદ તે જ દિવસની સાંજે એક પત્રકાર પરિષદ વિરોધ પક્ષના કાર્યાલયે કરવામાં આવી હતી.તે દરમિયાન તદ્દન ખોટા આક્ષેપો ગુજરાતના પૂર્વ મુખ્મંત્રી વિજય રૂપાણી પર કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમની વિજય રૂપાણી બદનામી થઈ છે. આજે વિજય રૂપાણી વિદેશથી પરત ફર્યા છે ત્યારે તેમની સૂચનાથી તાત્કાલિક ધોરણે મે તેમના વકીલ તરીકે આ ત્રણેને સિવિલ નોટિસ પાઠવી છે.

વધુમાં જણાવતાં કહ્યું કે જેમના નામથી મીડિયાને પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવી હતી.તેમને પણ બદનાક્ષીની નોટિસ પાઠવી દીધી છે. વિજય રૂપાણીએ ૧૫ દિવસની મહુલતમાં લેખિતમાં માંગવી અને તે લેખિત માફી તમામ મીડિયા પ્રેસમાં પ્રસારિત કરવા સિવિલ નોટીસમાં જણાવવામાં આવ્યું છે.જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ૧૫ દિવસ બાદ તે તમામ સામે સિવિલ દાવો કરવાનો નોટીસમાં ઉલ્લેખ કર્યો છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular