નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News : ગુજરાતમાં વધતાં જતાં ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે ગુજરાત પોલીસ(Gujarat Police) સતત કાર્યરત છે, જેના ભાગ રૂપે રાજકોટ SOG દ્વારા એક યુવતીની MD Drugsના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. આ યુવતીને અગાઉ પણ પોલીસ દ્વારા પકડવામાં આવી હતી, ત્યારે યુવતીએ સુધરવાની ઈચ્છા વ્યક્ત કરી અને અને પોતે પોલીસ અધિકારી બનવા માગે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે રાજકોટ પોલીસે(Rajkot Police) યુવતીને મદદ પણ કરી હતી અને હવે ફરીથી આ યુવતીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ પોલીસને બાતમી મળી હતી કે અમી ચોલેરા નામની યુવતી રેસકોર્સ વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે પસાર થઈ રહી છે અને કોઈને વેચવા જઈ રહી છે. પોલીસે આ બાતમીના આધારે રેસકોર્સ ગાર્ડન નજીક વોચ ગોઠવી હતી અને જ્યારે આ યુવતી અહિયાંથી પસાર થઈ ત્યારે પોલીસે અમીને અટકાવી અને તેની તલાશી લીધી ત્યારે તેના પેન્ટના ખિસ્સામાંથી એક અને એક્ટિવાની ડેકીમાંથી એક એમ બે ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અમી ચોલેરા પાસેથી 1,23,600 રૂપિયાની કિંમતનું 12.36 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે.
અમી ચોલેરાની વાત કરીએ તો અગાઉ પણ પોલીસ દ્વારા તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુધા નામની એક ડ્રગ્સ પેડલરના કારણે અમી ડ્રગ્સના રવાડે ચઢી અને પોતે પણ પેડલર બની ગઈ તેવું અમીના માતાનું માનવું છે. આ વખતે તેણે જલાલુદ્દીન નામના પેડલર પાસેથી ડ્રગ્સ લીધું હોવાની કબૂલાત તેણે પોલીસ સમક્ષ કરી છે.
અગાઉ જ્યારે અમીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પોલીસને જણાવ્યું હતું કે તે સુધરવા માગે છે અને પોલીસ અધિકારી બનવા માગે છે. પોલીસે આ યુવતીને સુધરવા માટે એક મોકો આપ્યો હતો અને પોલીસ જાતે તેને કોચિંગ કરાવતી હતી અને પોલીસ ભરતી માટે તૈયારીઓ પણ કરાવતી હતી. તેમ છતાં હવે આ યુવતી ફરીથી ડ્રગ્સના રવાડે ચઢી છે તેવી બાતમી મળતા પોલીસ દ્વારા ફરી તેની ધરપકડ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








