Saturday, May 2, 2026
HomeGujaratરાજકોટના મેળામાં રાઈડનું સેફ્ટી લોક ખુલી જતાં યુવક પટકાયો, માથામાં ગંભીર ઈજા...

રાજકોટના મેળામાં રાઈડનું સેફ્ટી લોક ખુલી જતાં યુવક પટકાયો, માથામાં ગંભીર ઈજા – VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા લોક મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જો કે છેલ્લા બે વર્ષમાં મહામારીના કારણે મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે રાજકોટના મેળામાં એક દુર્ઘટના સામે આવી છે.

રાજકોટના લોકમેળાના ત્રીજા દિવસે જન્માષ્ટીમી હોવાના કારણે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે રાત્રીના 9:30 વાગ્યાની આસપાસ મેળામાં એક દુર્ઘટના બની હતી. લોકમેળાના મુખ્ય ગેટ પાસે આવેલી બીજા નંબરની બ્રેક ડાન્સનામની રાઈડ ચાલુ હતી દરમિયાન તેમાં બેઠેલા લોકો રાઈડની મોજ માણી રહ્યા હતા. પરંતું અચાનક જ રાઈડનું સેફ્ટી લોક ખુલી જતા એક યુવક નીચે પડકાયો હતો.

- Advertisement -

ચાલુ રાઈડે યુવક નીચે પટકાતા રાઈડના સંચાલકે સમય સુચકતા દાખલી રાઈડ બંધ કરી દીધી હતી. ઈજાગ્રસ્ત યુવકને આસપાસ ઉભેલા લોકોએ ઉચકીને મેળાના મેઈન ગેટ પાસે ઊભેલી એમ્બ્યુલન્સે લઈ ગયા હતા. ત્યાર બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવકને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ગોંડલના લોકમેળામાં ગુરુવારે 2 દુર્ઘટના બની હતી. ગોંડલના લોકમેળામાં 2 વ્યક્તિઓનું વીજકરંટ લાગતા મોત નિપજ્યુ હતું. તો એક વ્યક્તિ ચાલુ રાઇડમાંથી નીચે પટકાયો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular