Saturday, May 23, 2026
HomeGujaratRajkotરાજકોટમાં ઘરકંકાસનો કરૂણ અંત, પરિણીતાએ બે સંતાનોની હત્યા કરી પોતે પણ આપઘાત...

રાજકોટમાં ઘરકંકાસનો કરૂણ અંત, પરિણીતાએ બે સંતાનોની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાંથી (Rajkot) કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ પોતાના બે બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે. મહિલા પોતાના પતિથી એટલા હદે ત્રાસી ગઈ હતી કે તેણે આપઘાત પહેલા એક નામજોગ વિડિયો (Video) બનાવી તેના પતિને આપઘાત પાછળ જવાબદાર ગણાવ્યો છે. સમ્રગ ઘટનાની જાણ માલવિયા નગર પોલીસને (Rajkot Police) થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલા તેમજ બે બાળકના મૃતદેહ પોસ્ટમાર્ટ માટે હોસ્પિટલ ખસેડી મહિલાના પતિ સામે દુષ્પ્રરેણાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી છે.

રાજકોટના એસ. ટી. વર્કશોપની પાછળ આવેલા આંબેડકર નગરમાં રહેતી મહિલાના 7 વર્ષ અગાઉ રાજકોટમાં રહેતા સાગર પરમાર સાથે લગ્ન થયા હતા. બંનેને લગ્ઞ્જિવન દરમિયાન બે સંતાનો પણ હતા. જોકે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઘરકંકાસના કારણે મહિલાએ આજે બંને સંતોને ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ પોતે પણ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવનનો કરૂણ અંત આણ્યો હતો.

- Advertisement -

મહિલાએ આપઘાત પહેલા એક વિડિયો પણ બનાવ્યો હતો. જેમા તેણે તેના પતિને આપઘાત પાછળ જવાબદાર ગણાવ્યો હતો અને આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારો પતિ છોકરીઓને મારે છે, હેરાન કરે છે અને પૈસા પડાવે છે. તેમજ મહિલાને છૂટાછેડા આપવા ત્રાસ આપતો હતો. જે કારણોસર મહિલાએ પહેલા બે બાળકોને ગળટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમ્રગ બાબતની જાણ મહિલાના પરિવારજનોને થઈ હતી. પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીકરી સહિત બાળકોને મૃત હાલતમાં જોઈ માલવિયા નગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાને પગલે માલવિયા નગર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્માર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. ત્યાર બાદ મહિલાના વિડિયોના અધારે તેના પતિ સામે દુષ્પ્રરેણાનો ગુનો નોંધી ધરપકડ ચક્રો ગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular