નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ મહેસાણાના (Mehsana) વિસનગરમાં (Visnagar) પોલીસની એક ગંભીર બેદરકારી સામે આવી છે. હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરેલા આરોપીને સારાવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન જાપ્તામાં રહેલા પોલીસકર્મીઓ (Policemen) આરોપીને રેઠો મુકીને ક્યાંક જતાં રહ્યા હતા. આ તકનો લાભ લઈને આરોપી પણ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલો બહાર આવતા ફરજમાં બેદરકારી દાખવવા બદલ બે પોલીસ કોન્સ્ટેબલને (Police Constable)સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, કાંસા એન. એ. વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં ધરતી નગર સોસાયટીમાં રહેતા સલાટ ભરત નામના આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો. મારામારીના બનાવમાં સલાટ ભરત પણ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી વિસનગર સિટી પોલીસ સ્ટેશનના (Visnagar City Police Station) બે કર્મચારીઓના જાપ્તા સાથે ભરત સલાટને ગત મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં આરોપી ભરત સલાટ સારવાર લઈ રહ્યો હતો, તે દરમિયાન જાપ્તામાં રહેલા બે પોલીસ પોલીસકર્મી ક્યાંક જતા રહ્યા હતા. હોસ્પિટલમાં પોલીસકર્મી ગેરહાજર હોવાની જાણ આરોપીને થતાં તકનો લાભ લઈને આરોપી ભરત હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. બીજા દિવસે બુધવારે અન્ય પોલીસકર્મીઓ જાપ્તાની ફરજ બજાવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં ન તો જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓ હતા અને ન તો આરોપી હતો. આ અંગેની જાણ વિસનગર સિટિ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. જોકે પોલીસે ફરીથી આરોપીને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે ફરજમાં બેદરકારી દાખવા બદલ વિસનગર સિટિ પોલીસ સ્ટેશનના કમલેશ રબારી અને કનુજી ઠાકોર નામના બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796