નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ટેન્ડરનું કામ પૂર્ણ થતાં અધિકારી બિલ મંજૂર કરવા માટે સાત ટકાનો વ્યવહાર માગતા એસીબીના સકંજામાં આવી ગયો છે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગ વિંછીયા તેમજ વધારાનો ચાર્જ જસદણ કચેરી વર્ગ-૨ના અધિકારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીનું વિંછીયા તાલુકાના અજમેરપરા ગામમાં આર.સી.સી. પંપ ૫૦,૦૦૦ લીટર તથા ૨-૨ મીટર સાઇઝનું પંપ હાઉસ અને ૩૨૫૦-પીવીસી પાઇપલાઇન નાખવાનું કામનું ટેન્ડર મળ્યું હતું. આ ટેન્ડર ૬,૪૮,૦૦૦/- રૂપિયાનું મંજુર થયું હતું. ફરિયાદીએ ટેન્ડરનું કામ તા.૨૯.૧૧.૨૦૨૧ ના રોજ પૂર્ણ કરી નાખ્યું હતું. કરેલા કામના પ્રથમ બીલની રકમ રૂ.૨,૮૦,૧૭૫/- ફરિયાદીની કંપનીના બી.ઓ.બી.ના એકાઉન્ટમાં જમા થયા હતા.
ત્યારબાદ ટેન્ડરના કરેલા કામનું બીજુ બીલ રૂ.૩,૦૧,૮૮૧ આપવાનું બાકી હતું. આ બીલ બાબતે ફરિયાદીએ અધિકારીને ફોન કરતા ફરિયાદીને ઓફીસે બોલાવી બિલ તથા સીક્યુરીટી ડીપોઝીટ રીલીઝ કરવા વ્યવહારમાં સમજવાનુ કહ્યું હતું. ઉપરાંત ૭ ટકા લેખે રૂ.૪૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જો કે રકઝકના અંતે છેલ્લે રૂ.૨૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી પોતાની ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે તા.૧૧.૦૨.૨૦૨૨ ના રોજ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. તે દરમ્યાન સંદીપ હેમચંદ્ર જોષી, ના.કા.ઇ., વર્ગ-૨એ ફરિયાદી પાસેથી રૂ૨૫,૦૦૦ ની લાંચની રકમ માંગી અને સ્વીકારતા ઝડપાઇ ગયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












