નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટ મૃત્યુ પામ્યા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતીય વાયુસેનાનું ટ્વીન સીટર મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટ આજે સાંજે રાજસ્થાનના ઉત્તરલાઈ એરપોર્ટ પરથી ટ્રેનિંગ માટે ઉડાન ભરી રહ્યું હતું. રાત્રે લગભગ 9:10 વાગ્યે વિમાન બાડમેર નજીક ક્રેશ થયું. જેમાં બંને પાઈલટને ગંભીર ઈજાઓ થઈ હતી. વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય વાયુસેના જાનહાનિ પર ઊંડો ખેદ વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવારોની સાથે
નિવેદનમાં જણાવાયું છે કે અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. વાયુસેના અનુસાર, મિગ-21 એ સોવિયેત યુગનું સિંગલ-એન્જિન મલ્ટીરોલ ફાઇટર/ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ છે. 1960ના દાયકામાં ભારત-ચીન યુદ્ધ પછી તરત જ તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું અને 2006માં તેને મિગ-21 બાઇસન સંસ્કરણમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું. અપગ્રેડમાં શક્તિશાળી મલ્ટી-મોડ રડાર, સુધારેલા એવિઓનિક્સ અને કોમ્યુનિકેશન સિસ્ટમનો સમાવેશ થાય છે. બાડમેર જિલ્લા કલેક્ટર લોક બંધુએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “તે ભારતીય વાયુસેનાનું વિમાન હતું, જે બાયટુના ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું.”








