નવજીવન ન્યૂઝ, ડેસ્ક : કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિવટ કરીને ભારતીય જનતા પાર્ટી પર (Rahul Gandhi Tweet on BJP) ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું છે કે, “ક્યારેક બેઠકોની ચોરી કરવામાં આવે છે તો ક્યારેક આખેઆખી સરકારની. મતદાર યાદીઓ અને ચૂંટણી પ્રક્રિયામાં તોડમરોડ કરીને સંસ્થાઓને ખિસ્સામાં રાખે છે તે ખુદ રિમૉટ કંટ્રોલ છે”. અગાઉ પણ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર (Rahul Gandhi accuses Election Commission and BJP) આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીના આ હાલના નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં ભાજપ તરફથી આક્રામક વલણ અપનાવાય તેવી શક્યતા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, “લોકસભાના ભાજપના 240 સાંસદોમાંથી દર છઠ્ઠો સાંસદ વૉટની ચોરી કરીને જીત્યો છે”. તેમણે ભાજપની જેમ ભાષાનો ઉપયોગ કરીને વ્યંગ કર્યો કે, “આવા સાંસદોને ઓળખવા મુશ્કેલ નથી, શું તેમને ભાજપની ભાષામાં ઘૂસણખોર’ કહેવા જોઈએ ?. વધુમાં તેમણે હરિયાણા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ત્યાં તો આખી સરકાર જ ઘૂસણખોર છે. રાહુલ ગાંધીએ ભાજપ પર સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જેઓ સંસ્થાઓને પોતાના ખિસ્સામાં રાખે છે અને મતદાર યાદીઓ તેમજ ચૂંટણી પ્રક્રિયામાં તોડમરોડ કરે છે, તેઓ પોતે રિમોટ કંટ્રોલ્ડ છે. ભાજપને અસલી ડર માત્ર સચ્ચાઈનો જ છે. જો દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય, તો આજે ભાજપ 140 બેઠકો પર પણ જીત મેળવી શકે તેમ નથી








