Sunday, May 10, 2026
HomeNationalસિદ્ધુ મુસેવાલાના શંકાસ્પદ હત્યારાઓ સાથે પોલીસનું એન્કાઉન્ટર, એક ગેંગસ્ટર ઠાર અને ત્રણ...

સિદ્ધુ મુસેવાલાના શંકાસ્પદ હત્યારાઓ સાથે પોલીસનું એન્કાઉન્ટર, એક ગેંગસ્ટર ઠાર અને ત્રણ પોલીસકર્મી ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ચંડીગઢ: સિદ્ધુ મુસેવાલા કેસના શકમંદો સાથે પંજાબ પોલીસનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મુસેવાલા હત્યા કેસમાં ત્રણ શૂટર્સ ફરાર હતા, જેમાંથી બે શૂટર્સ જગરૂપ રૂપા અને મનપ્રીત સાથે પંજાબ પોલીસનું અમૃતસરમાં અટારી બોર્ડર પાસે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મનપ્રીત એકમાત્ર શૂટર છે જેણે મુસેવાલા પર AK47 થી પહેલી ગોળી ચલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આદેશ આપ્યો હતો કે મનપ્રીત મુસેવાલા પર પહેલી ગોળી ચલાવશે. જ્યારે મનપ્રીત પંજાબની જેલમાં બંધ હતો ત્યારે પટિયાલા ગેંગના સભ્યોએ તેને જેલમાં તેના જૂતા અને ચપ્પલ વડે માર માર્યો હતો અને તે વીડિયો વાયરલ કર્યો હતો. આ કારણે પટિયાલા ગેંગને પાઠ ભણાવવા અને બદલો લેવા મનપ્રીતે ગોલ્ડી બ્રારને પ્રથમ ગોળી ચલાવવાની વિનંતી કરી હતી અને તે પહેલી ગોળી મનપ્રીતે ચલાવી હતી. આ બે સિવાય ત્રીજો દીપક મુંડી ફરાર છે.



- Advertisement -

તમને જણાવી દઈએ કે મુસેવાલા કેસમાં એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કર્યા બાદ તેના હુમલાખોરો ઉજવણી કરતા જોઈ શકાય છે. આ વીડિયો એક શૂટર પાસેથી મળી આવ્યો છે, જેમાં કારમાં પાંચ લોકો જોઈ શકાય છે. દરેક જણ હસતા હોય છે અને કેમેરાની સામે તેમની બંદૂકો હલાવતા હોય છે. વીડિયોમાં વાદળી ટી-શર્ટમાં કારની આગળની સીટ પર બેઠેલા શૂટરનું નામ પ્રિયવ્રત ફૌજી છે, જ્યારે પાછળની સીટ પર ચેક્ષ શર્ટ પહેરીને બેઠેલા શૂટરનું નામ અંકિત છે. સૌથી નાની વયના શૂટર અંકિત સિરસા છે. આ મામલામાં અંકિત અને સચિનની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકિત દોષિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગનો સભ્ય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular