નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં જેવી રીતે ખાનગી યુનિવર્સિટીઓ વધી રહી છે, તેના કારણે પરિસ્થિતી એવી નિર્માણ થઈ છે કે આ ખાનગી યુનિવર્સિટીઓ હવે મનમાની પર ઉતારી આવી છે અને વિદ્યાર્થીઓએ પાસે મન ફાવે તેમ ફી ઉઘરાવે છે. સરકારી કોલેજો અને શાળાની સ્થિતિ જોતાં વાલીઓ હવે પોતાના બાળકોને ખાનગી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવવા મજબૂર બન્યા છે. ત્યારે આ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ હોવું જ જોઈએ તેવી રજૂઆત સાથે આજે ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ એક પત્રકાર પરિષદ આયોજી હતી.
આ પત્રકાર પરિષદમાં પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં સરકાર ખાનગી યુનિવર્સિટીની મંજૂરી બેફામ રીતે આપી રહી છે. જે સરકારી યુનિવર્સીટીની સરખામણીમાં ઊંચી ફી વસૂલી વાલીઓને લૂંટી રહી છે. ગુજરાતમાં મેડિકલ એજ્યુકેશન કરતાં પણ B.COM, BA અને BBA ખુબ મોંઘુ બન્યું છે. પ્રાઇવેટ યુનિવર્સિટી વિદ્યાર્થી પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે, જેના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ સરકાર કે કોઈ કમિટીનું નથી. અલગ-અલગ કોર્ષમાં વાર્ષિક 4 લાખથી વધુની ફી પ્રાઇવેટ યુનિવર્સિટી સરકારી યુનિવર્સીટીના મુકાબલે વધારે ઉઘરાવી રહી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે કોંગ્રેસની સત્તા હતી, તે સમયે વિદ્યાર્થીઓએ 2000થી 2500 રૂપિયામાં ભણી શકતા હતા, તે સમયે ત્યશાન ફી પણ માફ કરવામાં આવી હતી. જ્યારે હવે આજની ગુજરાત સરકારે 108 જેટલી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી દીધી છે. જેમાં અમદાવાદની એક ખાનગી યુનિવર્સિટીની વાત કરીએ તો B.COMની ફી 4.3 લાખ વસૂલવામાં આવે છે, જ્યારે આ જ કોર્ષ માટે ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર 250 રૂપિયા ફી છે. નિરમા યુનિવર્સિટી કે જેને સરકારે ટોકન રૂપે જમીન આપી હતી તેમાં B.COM માટે વાર્ષિક 3.42 લાખ ફી લેવામાં આવે છે. આ ખાનગી યુનિવર્સિટીઓ પર અંકુશ લાવવા માટે સરકારે કોઈ રિટાયર્ડ જજની દેખરેખમાં એક કમિટીની રચના કારવાઈ જોઈએ.”
ઈનપુટ: તોફિક ઘાંચી
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








