નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. લૂંટારાઓ બેફામ બની હથિયારની અણીએ લૂંટ ચલાવી રહ્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ગતરોજ સુરતના (Surat) કાપડીયા હેલ્થ કલબ પાસે થયેલી 65 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટની લૂંટનો (Gold Loot Case) ભેદ સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) ઉકેલી કાઢ્યો છે. લૂંટ ચલાવનાર 4 જેટલા લૂંટારાઓને વડોદરા (Vadodara) હાઈવે પરથી દબોચી પાડવામાં આવ્યા છે. તેમજ સોનાના બિસ્કિટ સહિત લૂંટનો અન્ય મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. લૂંટરાઓ જેવર્લસના પરિચિતની ઓળખ આપી સોનું ખરીદવા ગયા હતા. ત્યાર બાદ ત્યાં અન્ય ગ્રાહક સોનાના બિસ્કિટ ખરીદી રહ્યો હતો. તેની રેકી કરી ગ્રાહક બહાર આવતા લૂંટારાઓએ તેને ધક્કો મારી પાડી દીધો હતો અને સોના દાગીનાની બેગ લૂંટીને ભાગી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કાપડીયા હેલ્થ કલબ પાસે જાહેર રોડ પર ગતરોજ બુધવારે સાંજે 4 વાગ્યાના અરસામાં લૂંટની ઘટના સામે આવી હતી. જ્યાં ચાર જેટલા લૂંટરાઓ નકલી ગ્રાહક બની જવેલર્સની દુકાનમાં ગયા હતા. અન્ય ગ્રાહક દાગીના ખરીદી બહાર આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકોનો પીછો કરી ચારેય લૂંટરાઓએ ગ્રાહકને ધક્કો મારી તેના પાસે સોનાના બિસ્કિટ ભરેલી બેગ આંચકી આરોપીઓ નાસી છુટ્યા હતા. જે અંગે ગ્રાહકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે સમ્રગ લૂંટની ઘટનાના મામલે ભોગ બનેલા ગ્રાહકે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે લૂંટ અંગેની જાણ કરી હતી. ત્યાર બાદ ખટોદરા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આસપાસના CCTV ફૂટેજની તપાસ હાથધરી હતી.
65 લાખની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા ખટોદરા પોલીસ સાથે સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. સમ્રગ વિસ્તારના CCTV ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ કરતા આરોપીઓ સુરતથી વડોદરા તરફ ભાગ્યા હોવાનું સામે આવ્યુ હતું. જે દિશામાં ક્રાઇમ બ્રાંચે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ સક્રિયા કર્યા હતા. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, લૂંટ ચલાવનાર વ્યકિતઓ વડોદરા હાઈવે પાસે છે. જે બાતમીના અધારે સુરત ક્રાઈમ બ્રાંચે CCTVમાં દેખાતી લૂંટમાં વપરાયેલી કારને અટકાવી ચારેય આરોપીની ધરપકડ કરી હતી. તેમની પાસે રહેલા 1 કિલો સોના બિસ્કિટ રિકવર કર્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796