નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીમાં કચ્છી માડુંએ ડંકો વગાડયો છે. દેશના 15 વડાપ્રધાનની માહિતી સાથે તૈયાર કરાયેલા વડાપ્રધાન મ્યુઝિયમમાં 50 પૈકી 22 સોફ્ટવેર ભુજના યુવાને બનાવ્યા છે. આ સોફ્ટ્વેર માટે દિલ્હીના સંગ્રહાલયમાં જીગરને ક્રેડિટ પણ આપવામાં આવી છે
ગુરુવારે પી.એમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. અંદાજિત રૂપિયા 271 કરોડના ખર્ચે બનાવેલા આ મ્યુઝિયમમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાનોના અંગે વિગતવાર સંગ્રહ કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયલ કેન્દ્ર સરકારે 2018માં મંજૂરી આપી હતી અને ચાર વર્ષબાદ હાલમાં તૈયાર થઈ ગયું છે.
આ મ્યુઝિયમ માટે 50 સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાંથી 22 ભુજનાં જીગર મહેશભાઈ પટ્ટણી દ્વારા તૈયાર થયેલા છે. આ સમગ્ર કામ યુ.કે બેઝડ કંપનીએ જીગર પટ્ટણી પાસે આઉટસોર્સથી કરાવ્યું હતું. મ્યુઝિયમનો 3D વ્યુ વડે મેપ, ટાઈમશીનમાં ભૂતકાળની યાદો, હેલીકૉપટર વ્યૂ, પરમાણુ પરીક્ષણના વાયબ્રેશન, પ્રધાનમંત્રી સાથેના ડિજીટલ સેલ્ફી ઝોનમાં મનગમતાં પ્રધાનમંત્રી સાથે ફોટો પડાવીને E-Mail પર મેળવવા, ગ્રીન રૂમમાં કોઈ પણ વ્યક્તિ પ્રધાનમંત્રી સાથે ચાલતા હો તેવો વિડીયો બનાવાવ જેવા 22 સોફ્ટવેર ભુજના જિગરે બનાવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











