નવજીવન ન્યૂઝ.પોરબંદર: Porbandar News: પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (Porbandar district megistrate) એમ. કે. જોષીએ એક જાહેરનામું (notification) બહાર પાડ્યું છે. જેમાં સ્થાનિકોને જણાવવામાં આવ્યું છે કે, પોરબંદર શહેરમાં (Porbandar) આગામી તારીખ ૨૯ માર્ચ સુધી કોઈ પણ પ્રકારની સભા યોજી શકાશે નહિ તેમ જ સરઘસ કાઢી શકાશે નહિ. ઉપરાંત જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવાયુ છે.
અધિક મેજિસ્ટ્રેટે જાહેર કરેલા જાહેરનામાંમાં જણાવ્યા મુજબ પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાતી હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર ધરણા, વિરોધ પ્રદર્શનો અને સભા-સરઘસો ભરવામાં આવે છે. આ હુકમ ફરજ પર હોય એવા ગૃહ રક્ષક મંડળ, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય એવી વ્યક્તિ, લગ્નનો વરઘોડો, સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઈને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ સિવાયના દરેક સભા-સરઘસ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે.
કાયદા અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ, સભા-સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીનાં પગલાં રૂપે પોલીસ અધીક્ષક તરફથી જાહેરનામાંની દરખાસ્ત આવી હતી. જેને ધ્યાને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. કે. જોષીએ આ જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા બાદ લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, પોરબંદરમાં એવું તો શું થયું છે કે, આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવાની તંત્રને ફરજ પડી. પણ યોગ્ય અને સચોટ કારણ હજી કળી શકાતું નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796