નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. તાજેતરમાં જ પાવાગઢમાં આવેલા માચી (Machi) પાસે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટ્યો (Rest cottage Tradedy) હતો, ત્યારે આજે ફરીથી આ વિશ્રામ કુટીર ઉતારવાની કારગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન કુટીરનો ઢાંચો તૂટી જતાં કામ કરી રહેલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
યાત્રાધામ પાવાગઢ આવતા ભક્તો માટે માચી પાસે વિશ્રામ કુટીર બનાવામાં આવી છે. તાજેતરમાં જ આ વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટવાનો બનાવ બન્યો હતો. જેને લઈને વિશ્રામ કુટીર ઉતારવાની કામીગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે આ કામગીરી દરમિયાન વિશ્રામ કુટીરનો ઢાંચો ધરાશાયી થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 શ્રમિકો દટાયા હતા. જેમને સારવાર માટે હાલોલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્રણ પૈકી બે શ્રમિકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આજે પાવાગઢમાં અકસ્માત સર્જાતા પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. અકસ્માતમાં 3 શ્રમિકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ મચી ગઈ હતી. અગાઉ જ્યારે વિશ્રામ કુટીરમાં અકસ્માત થયો હતો. તે દરમિયાન વરસાદ પડી રહ્યો હતો. વરસાદથી બચવા માટે દર્શન કરવા આવેલા કેટલાક લોકો વિશ્રામ કુટીર નીચે ઊભા હતા. આ દરમિયાન કુટીરનો ઘુમ્મટ તૂટી જતાં 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત એક મહિલાનું મોત પણ નિપજ્યું હતું. આ બનાવ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશ્રામ કુટીરના પથ્થરો ઉતારી લેવાનો આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે કામગીરી દરમિયાન ફરી વખત અકસ્માત સર્જાયો હતો.
TAG: Pavagadh News, Pavagadh Tragedy, Machi Rest cottage Incident
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








