નવજીવન ન્યૂઝ.પાટણઃ પાટણની (Patan) મહર્ષી દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની એક પરીક્ષા દરમિયાનની રિલને કારણે ઠેર ઠેર પરીક્ષા દરમિયાનના છબરડાંઓની રીતસરની ફિલમ ઉતરી ગઈ છે. ચાલુ પરીક્ષામાં જ વિદ્યાર્થી ફોન લઈને બેઠા છે અને પાછું સોસ્યલ મીડિયા પર તેની રિલ પણ ઉતારીને મુકે છે. ઘટનાની નોંધ લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) કાર્યવાહીની માગ કરી છે.
પાટણમાં આવેલા બાસ્પા વિસ્તારની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સમાજશાસ્ત્રની ઈન્ટરનલ પરીક્ષા ચાલી રહી હતી. દરમિયાન એક વિદ્યાર્થીએ બિન્દાસ્ત પણે મોબાઈલ ફોનથી રિલ બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કરી હોવાની વાત યુવરાજસિંહ જાડેજાના ધ્યાનમાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન જેવા ઉપકર્ણોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહે છે. આમ છતાં વિદ્યાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપવા બેઠો હતો. વિદ્યાર્થીએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડીથી રિલ વાયરલ કરી. રિલમાં અન્ય વિદ્યાર્થીઓ પણ મોબાઈલ સાથે દેખાયા છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ અંગે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માગ કરી છે.
પરીક્ષા નિયામક મિતુલ દેલીયાનું કહેવું છે કે, યુનિવર્સિટીમાં હાલમાં કોઈ પરીક્ષા ચાલતી નથી. આ કોલેજની ઈન્ટરનલ પરીક્ષા હોઈ શકે છે. જોકે વીડિયો સામે આવ્યો છે તો સાચો હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796