ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): છેલ્લા એકાદ મહિનાથી કોમોડિટી બજારો રોકડ પ્રવાહિતાની કટોકટીનો સામનો કરી રહી છે, પરિણામે આખા વિશ્વમાં ઔધ્યોગિક કાચામાલોના ભાવમાં અસામાન્ય ઉછળકૂદની ધૂમ મચી છે. રશિયા અને યુક્રેન બાખડી પડ્યા, ત્યાર પછી નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ, કૃષિ પેદાશો અને મેટલ્સ જેવી ચીજોની પુરવઠા સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. સપ્ટેમ્બરના અંતિમ તબક્કામાં ક્રૂડ ઓઇલ નાયમેક્સ વાયદના ઊભા ઓળીયા ૨૦૧૫ પછીના નવા તળિયે બેસી ગયા હતા, એ સાથે જ નેચરલ ગેસ, ખાંડ, એલ્યુમિનિયમ જેવી અનેક કોમોડિટીમાં પણ આવીજ સ્થિતિ નિર્માણ થઈ હતી.
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): છેલ્લા એકાદ મહિનાથી કોમોડિટી બજારો રોકડ પ્રવાહિતાની કટોકટીનો સામનો કરી રહી છે, પરિણામે આખા વિશ્વમાં ઔધ્યોગિક કાચામાલોના ભાવમાં અસામાન્ય ઉછળકૂદની ધૂમ મચી છે. રશિયા અને યુક્રેન બાખડી પડ્યા, ત્યાર પછી નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ, કૃષિ પેદાશો અને મેટલ્સ જેવી ચીજોની પુરવઠા સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. સપ્ટેમ્બરના અંતિમ તબક્કામાં ક્રૂડ ઓઇલ નાયમેક્સ વાયદના ઊભા ઓળીયા ૨૦૧૫ પછીના નવા તળિયે બેસી ગયા હતા, એ સાથે જ નેચરલ ગેસ, ખાંડ, એલ્યુમિનિયમ જેવી અનેક કોમોડિટીમાં પણ આવીજ સ્થિતિ નિર્માણ થઈ હતી.
અલબત્ત, છેલ્લા કેટલાંક મહિનાઓથી કોમોડિટી રોકાણકારો પણ મોટી વધઘટમાં નુકશાન કરવા કરતાં, બજારથી સાઈડ લાઇન થઈ જવાનું પસંદ કરવા લાગ્યા હતા. ક્રૂડ ઓઇલ, કોપરથી લગાવીને રૂ સુધીની તમામ કોમોડિટી વાયદાનો અભ્યાસ કરતાં બ્લૂમબર્ગ કોમોડિટી સ્પોટ ઇંડેક્સ કહે છે કે મહત્તમ વાયદાના સરેરાશ ભાવ સપ્ટેમ્બરમાં જ ૩.૧ ટકા ઘટયા હતા, જે જુલાઈની બોટમ નજીક બેસી ગયા હતા. આ ઇંડેક્સ જૂન ઊંચાઈએથી ૨૦ ટકા ઘટ્યો હતો. તાજેતરમાં યુએસ ફેડરલ રિઝર્વએ, અમેરિકન અર્થતંત્ર કેટલું મંદીમાં જશે, તેની કોઈ તમા કર્યા વગર નાણાંનીતિને વધુ ધારદાર બનાવીને ૦.૭૫ ટકા વ્યાજદર વધાર્યા. આને લીધે વાસ્તવિક માંગ અસ્તવયસ્ત થઈ ગઈ હતી. આવા વધુ વ્યાજ વધારા કોમોડિટી બજારને વધુ નીચે જવા ફરજ પાડશે.
ગેસ અને વીજળીની બજાર કાબૂ બહાર જતાં ભાવ જ્યાં સુધી કાબુમાં ના આવે ત્યાં સુધી અસંખ્ય દેશના ટ્રેડરોને કોલેટરલ (સિક્યુરિટી) આવશ્યક્તાના ફાંફાં પડી ગયા છે. જગતની સેન્ટ્રલ બેન્કોએ ફુગાવા સામે સલામતી મેળવવાના ધખારા શરૂ કર્યા પછી તો, ક્રૂડ ઓઇલના નાના રોકાણકારોએ તેમના સોદા પાછા ખેંચી લીધા છે. આ વર્ષના આરંભે લંડન મેટલ એક્સચેન્જમાં નિકલ વાયદા વેપારમાં કટોકટી સર્જાઇ ત્યાર પછી કેટલાંક ટ્રેડરો બજારથી સાઈડ લાઇન થઈ ગયા છે.
૬ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ ૧૧૨ પોઈન્ટનો આંક વટાવી ગયો છે ત્યારે કોમોડિટી બજારમાં વ્યાપક ઉથલપાથલ થાય તે સ્વાભાવિક છે. સોનું, ચાંદી ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ કૃષિ કોમોડિટી ભાવ ફલક પર ગ્રીન સિગ્નલો દાખવતું હતું. પણ ત્યાર પછી મહત્તમ કૃષિ કોમોડીટીઓ નકારાત્મક ઝોનમાં પ્રવેશીને ક્રૂડ ઓઇલને ઘટવાનું દબાણ સર્જ્યુ. આનું પ્રાથમિક કારણ હતું, પુરવઠા સ્થિતિ હળવી થવા લાગી.
ઘઉ, મકાઇ, સોયાબીન તાજેતરમાં સામાન્ય વધઘટે અથડાઇ ગઈ છે. અલબત્ત, તેના પર ઘટવાનું દબાણ વધ્યું છે.
આઇસીઇ રૂ વાયદો ૬ સપ્તાહ અને ખાંડ એક મહિનાની બોટમે આવ્યા છે. બાયો ડીઝલ ઉત્પાદન માટે હવે કપાસિયા, સોયાબીન ખાંડ અને તેલીબિયાં કાચો માલ બન્યા છે. જ્યારે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટે ત્યારે ત્યારે આ બધી કોમોડિટીને તેનું અનુસરણ કરવાની ફરજ પડે છે. રશિયા અને યુક્રેનમાં મબલખ ઘઉ પાક આવ્યો છે, અને ત્યાંથી હવે શિપમેન્ટો વધ્યા છે, ત્યારથી ત્યારે ભાવ નીચે જવાનું ભારણ અનુભવવા લાગ્યા છે. યુરોપ માટે બેન્ચમાર્ક ગણાતા પેરિસ સ્થિત યુરોનેકસ્ટમાં ઘઉ વાયદો ધરખમ ઘટ્યો છે.
ભાવ જ્યારે ઘટવા તરફી થયા છે ત્યારે ગોલ્ડમેન સાસ કહે છે કે ખાસ કરીને યુરોપની બહાર મંદીએ ઉપાડો લીધો હોવાનો મતલબ એ છે કે માત્ર તેજીધ્યાને ધંધો કરતાં ખેલાડીઓ માટે, ઘટતી બજારે બજારથી દૂર રહેવામાં જ તેમની ભલાઈ છે. શક્ય છે કે આગામી બાર મહિનામાં યુરોપ બહાર મંદીનું જોખમ ઘટવાનું શરૂ થશે. ગોલ્ડમેન સાસના ત્રણ કોમોડિટી એનાલિસ્ટઓએ ઓગસ્ટના અંતિમ તબક્કામાં જ એક નોંધમાં કહ્યું હતું કે જેમને આવશ્યકતા હોય તેઓ મંદીની ચિંતા રાખ્યા વગર ખરીદવાની શરૂઆત કરે. તીવ્ર ઊર્જા અછતના આ યુગમાં, ક્રૂડ ઓઇલ છેલ્લો આસરો હશે, અમારું માનવું છે કે ક્રૂડ ઓઇલ બજારમાં પુલ બેક આવ્યું છે, ત્યારે માત્ર તેજીનો ખેલો કરતાં રોકાણકારો માટે ઓઇલ કોમ્પ્લેક્સમાં પ્રવેશવાની આકર્ષક તક પણ સર્જાઇ છે.
કોમોડિટી બજારોનું મુખ્ય કેન્દ્ર હવે શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ બન્યું
આખા જગતની કૃષિ અને ઇન્ડસ્ટ્રિયલ કોમોડિટી બજારોનું મુખ્ય કેન્દ્ર હવે શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ બન્યું છે અને ભાવ પણ તેને અનુસરે છે. અર્થતંત્રના માળખા અને વૈશ્વિક સમાજને દોરવણી આપતો આ મુખ્ય સ્ત્રોત છે. છેલ્લા ૨૫ વર્ષથી ફાયનાન્સીયલ ઇન્ડસ્ટ્રીઝએ સીબોટ વાયદાના કોન્ટ્રેક્ટ પધ્ધતિને સ્વીકૃત ગણી છે અને કરન્સી વેપારને પણ અસરકારક રીતે દિશાદોર આપે છે. શેરબજારોને પણ હવે તો તેની પાછળપાછળ હંકારવું પડે છે, આટલુંજ નહીં તાજેતરમાં બિટકોઇન અને અન્ય ફાયનાન્સિયલ એસેટ્સ પણ તેને જ અનુસરે છે.
Agri Commodities 6 months 1 year
Palm oil down 39% 12%
Cotton down 29% 22%
Wheat down 24% 10%
Rubber down 22% 10%
Soybean down 22% 10%
Sugar down 10% 2%
(અસ્વીકાર સુચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








