નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News Update: મોરબીના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે ચાર વ્યક્તિઓએ બ્યુટી પાર્લરમાં (Morbi Beauty parlor Case) નોકરી કરતી એક માહિલાને કામ કરવાના બહાને બોલાવીને કેફી પીણું પીવડાવી દીધું હતું, બાદમાં આ ચાર વ્યક્તિઓએ એક પછી એક આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ મોરબીના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Morbi A Division Police Station) આ ચાર વ્યક્તિઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ બનેલી ઘટનાની જાણ જિલ્લા પોલીસવડાને થતાં તેમણે મોરબી પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પકડવા માટે આદેશ કર્યો હતો. મોરબી એ-ડિવિઝન પોલીસે પણ ગુનાની ગંભીરતા જોતાં આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આજે સવારના સમયે પ્રવીણ ચૌહાણ, યશ દેસાઇ, અભિ જીવાણા અને દિલિપ ચૌહાણ નામના ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
શું હતો સમ્રગ મામલો
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા લગ્નની સિઝન હોવાથી મોડી રાત સુધી કામ પતાવી પોતાના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન આ ચાર આરોપીઓએ નજીકમાં આવેલી ઓફિસમાં મહિલાને કામના બહાને બોલાવી હતી. જ્યાં મહિલા પહોંચતા ઓફિસમાં હાજર ચાર જેટલા નરાધમોએ મહિલાને પકડી જબરદસ્તીથી કેફી પર્દાથ પીવડાવી એક બાદ એક દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે મહિલા બેભાન થઈ ઢળી પડી હતી. સવારે ઉંઘમાંથી ઉઠતા એક વ્યક્તિ તેની બાજુમાં નિર્વસ્ત્ર હાલતમાં ઉંઘતો હતો. જેને લઈ મહિલા પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી. સમ્રગ બાબતોનું ખ્યાલ આવતા તેણે મોરબી એ ડિવિઝન ખાતે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આજે આ ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
TAG: Morbi Crime News in Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








