Friday, July 17, 2026
HomeGeneralજબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ 5000 ફૂટની ઊંચાઈએથી સલામત રીતે દિલ્હી પરત...

જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ 5000 ફૂટની ઊંચાઈએથી સલામત રીતે દિલ્હી પરત આવી, કેબિનમાં ધુમાડો દેખાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ જબલપુર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, વિમાનની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. જે બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પાઈસ જેટના વિમાનમાં ધુમાડો જોયા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર ફરી લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.



પ્લેનના કેબિન ક્રૂએ 5000 ફૂટ પરથી પસાર થતા પ્લેનની કેબિનમાં ધુમાડો જોયો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વિમાનમાં ધુમાડો જોઈને તેને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યુ હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લેનની અંદર ધુમાડો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને મુસાફરો તેને મેગેઝીન દ્વારા દૂર કરી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પટનાથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટના એન્જિનમાં આગ લાગતા પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાયલોટ અને એરક્રુની સમજણથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ટેકઓફની થોડીવાર પછી, 191 મુસાફરો અને ક્રૂને લઈ જતા સ્પાઈસજેટ 737-800 એરક્રાફ્ટના ડાબા એન્જિનમાં પક્ષીઓની ટક્કરથી આગ લાગી ગઈ હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular