Wednesday, July 29, 2026
HomeGeneralPresident Election: ચૂંટણી પંચ આજે જાહેર કરશે ભારતના 15માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી...

President Election: ચૂંટણી પંચ આજે જાહેર કરશે ભારતના 15માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી કાર્યક્રમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ચૂંટણી પંચ આજે ભારતના 15માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે. બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે જેમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાના છે. આવી સ્થિતિમાં જુલાઈના બીજા કે ત્રીજા સપ્તાહમાં ચૂંટણી થઈ શકે છે. 2017માં 17 જુલાઈએ ચૂંટણી થઈ હતી, જેમાં રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સભ્યો ભેગા થઈને ચૂંટણી બોર્ડની રચના કરે છે.



તમને જણાવી દઈએ કે 776 સાંસદો (નોમિનીને બાદ કરતા) અને વિધાનસભાના 4120 ધારાસભ્યો ઈલેક્ટોરલ મંડળ બનાવે છે. એનડીએ બહુમતીના આંકડાથી ઓછું અંતર ધરાવે છે. પોતાના ઉમેદવારને અધ્યક્ષ બનાવવા માટે એનડીએને બીજેડી અને વાયએસઆરઆરસીના સમર્થનની જરૂર પડશે.

ગત ચૂંટણીમાં રામનાથ કોવિંદને 65.35 ટકા મત મળ્યા હતા. આવી સ્થિતિમાં એનડીએ આ વખતે પણ આ આંકડા સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. પીએમ મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સાથે મુલાકાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ તેમની સાથે મુલાકાત કરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર માટે સમર્થન માંગ્યું છે. જો કે આ બંને નેતાઓ ઈચ્છે છે કે પહેલા એનડીએના ઉમેદવારનું નામ સામે આવે અને પછી સમર્થન પર નિર્ણય લેવામાં આવે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular