Thursday, April 30, 2026
HomeNationalજમ્મુ-કશ્મીરના લોકો મારી પાર્ટીનું નામ અને ધ્વજ નક્કી કરશેઃ ગુલામ નબી આઝાદ

જમ્મુ-કશ્મીરના લોકો મારી પાર્ટીનું નામ અને ધ્વજ નક્કી કરશેઃ ગુલામ નબી આઝાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને તાજેતરમાં કોંગ્રેસ છોડીને આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આજે જમ્મુની સૈનિક કોલોનીમાં એક જાહેર સભાને સંબોધી હતી. પોતાના સમર્થકોને સંબોધતા તેમણે કહ્યું કે, તેઓ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે ઉભા છે. રાજ્યના 73 વર્ષીય દિગ્ગજ નેતા આઝાદ આજે તેમના નવા રાજકીય પક્ષની રચના અને નામની જાહેરાત કરે તેવી શક્યતા હતી. તેમણે પોતાની પાર્ટીની રચના અંગે વાત કરી હતી, પરંતુ તેના નામની જાહેરાત કરી ન હતી.

આઝાદે કહ્યું કે, મેં હજુ સુધી મારી પાર્ટી માટે નામ નક્કી કર્યું નથી. જમ્મુ-કાશ્મીરના લોકો પાર્ટીનું નામ અને ધ્વજ નક્કી કરશે. હું મારી પાર્ટીને એવું હિન્દુસ્તાની નામ આપીશ જે દરેક સમજી શકે. મારો પક્ષ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો, જમીનનો અધિકાર અને સ્થાનિકોને રોજગાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

- Advertisement -

આઝાદે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટી શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે, પાર્ટીની પ્રથમ એકમ જમ્મુ અને કાશ્મીરમાં બનાવવામાં આવશે, જ્યાં ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ આપણા લોહીથી બની છે, કોમ્પ્યુટરથી નહીં, ટ્વિટરથી નહીં. લોકો અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમની પહોંચ કોમ્પ્યુટર અને ટ્વીટ સુધી સીમિત છે. આ જ કારણ છે કે કોંગ્રેસ જમીન પર ક્યાંય દેખાતી નથી.

આઝાદે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, “કોંગ્રેસના લોકો હવે બસોમાં જેલમાં જાય છે, તેઓ ડીજીપી, કમિશનરને બોલાવે છે, તેમના નામ નોંધાવે છે અને એક કલાકમાં જ નીકળી જાય છે. તેથી જ કોંગ્રેસ આગળ વધી શકતી નથી.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular