Sunday, June 28, 2026
HomeGeneralરાજકોટનું બોગસ સર્ટિફેકટ કેસમાં વધુ એક કૌભાંડ: બોર્ડ પણ બોગસ નિકળ્યું, 57...

રાજકોટનું બોગસ સર્ટિફેકટ કેસમાં વધુ એક કૌભાંડ: બોર્ડ પણ બોગસ નિકળ્યું, 57 શાળાઓને આપ્યા બોગસ સર્ટિફિકેટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ પોલીસ દ્વારા એક આરોપીની ખોટા સર્ટિફિકેટ આપવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે આરોપીનું હવે વધારે એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આરોપી દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હીના નામથી એક સંસ્થા બનાવીને ખોટા સર્ટિફિકેટ વેચવાનો કારોબાર ચલાવતો હતો. આ કેસમાં પોલીસે રાજકોટના જયંતિ સુદાણી બાદ હવે ખંભાના એક વ્યક્તિની ધરપકડ કરી છે.



બોગસ સર્ટિફિકેટ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ડમી ગ્રાહક મોકલી SEIT એજ્યુકેશન નામની ઓફિસમાં રેડ કરી હતી. જ્યાં અભ્યાસ કર્યા બોગસ સર્ટિફિકેટ વેચવાનો કારોબાર પકડાયો હતો. પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપી જયંતિ સુદાણી મામલે ઊંડી તપાસ કરતા પોલીસને હાથ ચોંકાવનારી માહિતી લાગી હતી. જેમાં આરોપી જંયતિ સહિત અન્ય આરોપીઓ મળી 57 જેટલી શાળાઓને બોગસ સર્ટિફિકેટ બનાવતા હતા. પોલીસે આ કેસમાં ખાંભાના કેતન જોષીની પણ ધરપકડ કરી છે.

પોલીસે લક્ષ્મીનગર મેઈન રોડ પર કરેલા દરોડામાં જંયતિ સુદાણીની SEIT એજ્યુકેશન નામની ઓફિસમાંથી કબ્જે કરેલા હાયર સેકન્ડરી બોર્ડ ઑફ દિલ્હી લખેલા કવર સાથેના સર્ટીફિકેટ મળ્યા હતા. જે બોર્ડના તપાસ કરતા આગળ વધેલી પોલીસને માહિતી મળી હતી કે આ નકલી સંસ્થા ખાંભાનો કેતન જોષી ચલાવતો હતો. જેના આધારે પોલીસ ખાંભાના કેતન જોષીની ધરપકડ કરી હતી.



પોલીસે ખાંભાના કેતન જોષીની ધરપકડ કરી પુછપરછ કરતા નવું કૌભાંડ સામે આવ્યુ હતું. પોલીસે જણાવ્યું કે, અશોક લાખાણી અને પાંડે નામના શખ્સે વર્ષ 2011માં દિલ્હી જઈ હાયર સેકન્ડરી બોર્ડ ઑફ દિલ્હી નામથી એક સંસ્થા રજિસ્ટર કરી હતી. જેમાં અશોક અને પાંડે અને રાજકોટનો જયંતિ સુદાણી ટ્રસ્ટી તરીકે જોડાયા હતા.

- Advertisement -

આ સંસ્થાના નામે જ્યારે આરોપી જયંતિ સુદાણી સહિતના કોઈ ડિપ્લોમાના સર્ટિફિકેટ માંગે તો રાજકોટનો અશોક લાખાણી દિલ્હી ખાતે નોંધણી થયેલી રાજ્યભરમાં નકલી સર્ટિફિકેટ અપાતું હતું. હાયર સેકન્ડરી બોર્ડ ઑફ દિલ્હીના નામના સર્ટિફિકેટ મોકલતો હતો. પોલીસની માહિતી મુજબ આરોપીઓ એ ગુજરાતની 57 શાળા સાથે વ્યવહાર કરી નકલી સર્ટિફિકેટ ધાબડ્યા હતા. કોરોનામાં અશોક લાખાણીનું મૃત્યુ થતાં આ વહીવટ અશોકની પત્ની પાસેથી ખાંભાના કેતન જોશીએ સંભાળ્યો હતો. બાદમાં કેતન જોષી રાજ્યમાં વિવિધ સ્થળો પર બોગસ સર્ટિફિકેટ આપતો હતો.



આ સર્ટિફિકેટ આપવા માટે આરોપી દ્વારા પરીક્ષા અને પેપર ચેકિંગના તરકટ પણ રચવામાં આવતા હતા. જેમાં કેતન જોષી વેરિફિકેશના નામે સર્ટિફિકેટ ખાંભાથી તૈયાર કરી મોકલતો હતો. પોલીસે આ મામલે રાજ્યના અન્ય કેટલાય લોકો છેતરપિંડીના ભોગ બન્યા હોવાની શંકાના આધઆરે અલગથી ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.

પાંડે નામના શખ્સને વર્ષ 2013માં દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી કરી. ત્યારે આરોપી પાંડેએ પોલીસ સમક્ષ આ બોગસ સંસ્થા હોવાની કબૂલાત કરી હોવાની પણ માહિતી મળી રહી છે. જેમાં આપીઓ નર્સિંગ સહિતના અભ્યાસના કોર્સના બોગસ સર્ટિફિકેટ વેચતા હતા.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular