Wednesday, June 24, 2026
HomeNational"પક્ષપાતી, એજન્ડા-સંચાલિત અને અડધી માહિતી": મીડિયા પર CJI NV રમનાની ટિપ્પણી

“પક્ષપાતી, એજન્ડા-સંચાલિત અને અડધી માહિતી”: મીડિયા પર CJI NV રમનાની ટિપ્પણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ શનિવારે ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાની આકરી ટીકા કરતા કહ્યું કે તેઓ લોકશાહીને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે મીડિયા તેની ચકાસણી કર્યા વિના ‘કાંગારૂ કોર્ટ’ ચલાવી રહ્યું છે. બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની પ્રોફેટ પરની ટિપ્પણી પરના ચુકાદાના જવાબમાં જસ્ટિસ રમનાએ કહ્યું, “સોશિયલ મીડિયામાં જજો વિરુદ્ધ ઝુંબેશ સક્રિયપણે ચાલી રહી છે. ન્યાયાધીશો તરત જ પ્રતિક્રિયા ન આપી શકે. કૃપા કરીને તેને નબળાઈ અથવા લાચારી તરીકે ન ગણો.”

ચીફ જસ્ટિસે રાંચીમાં એક શૈક્ષણિક કાર્યક્રમમાં ભાષણ આપતાં કહ્યું હતું કે, “નવા મીડિયા સાધનોમાં વ્યાપક વિસ્તરણ કરવાની ક્ષમતા છે, પરંતુ તેઓ સાચા અને ખોટા, સારા અને ખરાબ અને વાસ્તવિક અને નકલી વચ્ચેનો ભેદ પારખવામાં અસમર્થ છે. મીડિયા ટ્રાયલ કેસોનો નિર્ણય લેવામાં માર્ગદર્શક પરિબળ બની શકે નહીં. આપણે જોઈ રહ્યા છીએ કે મીડિયા ‘કાંગારૂ કોર્ટ’ ચલાવી રહ્યું છે, ક્યારેક અનુભવી ન્યાયાધીશોને પણ કેસનો નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે.”

- Advertisement -

સાથે જ તેમણે કહ્યું કે, “ખોટી માહિતી અને એજન્ડા આધારિત ચર્ચાઓ લોકશાહી માટે ખતરનાક સાબિત થાય છે.” CJIએ કહ્યું કે મીડિયા દ્વારા ફેલાવવામાં આવતા પક્ષપાતી વિચારો લોકતંત્રને નબળું પાડી રહ્યા છે અને સિસ્ટમને નુકસાન પહોંચાડી રહ્યા છે. તમારી જવાબદારીથી ભાગીને તમે અમારી લોકશાહીને બે ડગલાં પાછળ લઈ જઈ રહ્યા છો.”

તેમણે કહ્યું કે, “પ્રિન્ટ મીડિયામાં હજુ પણ અમુક અંશે જવાબદારી છે. જ્યારે ઈલેક્ટ્રોનિક મીડિયામાં જવાબદારી શૂન્ય છે. સોશિયલ મીડિયા તેનાથી પણ ખરાબ છે.” સ્વ-નિયમન માટે મીડિયાને વિનંતી કરતા તેમણે કહ્યું, “મીડિયા માટે સ્વ-નિયમન પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ છે. હું ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને જવાબદારીપૂર્વક કાર્ય કરવા વિનંતી કરું છું. ઇલેક્ટ્રોનિક મીડિયાએ દેશના લોકોને મદદ કરવી જોઈએ.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular