Friday, June 26, 2026
HomeGujaratનવસારીઃ દારૂના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી બે પોલીસ કર્મીઓએ કર્યા હાથ...

નવસારીઃ દારૂના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી બે પોલીસ કર્મીઓએ કર્યા હાથ કાળા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવસારીઃ ગુજરાતમાં અનેક વાર પોલીસની ખાખી પર દાગ લાગતા કિસ્સા પ્રકાશમાં સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર નવસારીમાં પોલીસની ખાખીને બદનામ કરતો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના બે પોલીસ કર્મીએ ખોટા કેસમાં ફસાવવાની ધાક ધમકી આપીને પૈસા પડાવવાનો પ્લાન બનાવયો હતો. પરંતું ભોગ બનનારાની ચપળાતાના કારણે બે પોલીસ કર્મી પર કેસ દાખલ થયો છે. હાલ એક પોલીસ કર્મીને ACB દ્વારા ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદીના મિત્ર પર બે મહિના અગાઉ નવસારીમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયો હતો. આ સંદર્ભમાં ફરિયાદી તેના મિત્રને મળવા માટે GIDC પોલીસ ચોકી ખાતે ગયો હતો. આ સમયે પોલીસ ચોકીમાં હાજર ASI કિશોર ગુલાભભાઈ સીંદેએ ફરિયાદીને પણ દારૂના ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી અને કેસ નહીં કરવા માટે 30 હજારની માગણી કરી હતી.

- Advertisement -

નવસારી રૂલર પોલીસ સ્ટેશનના આવતી GIDC પોલીસ ચોકીના ASI કિશોર સીંદે અને વડોદરા શહેરમાં પોલીસ હેટ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ રાજેન્દ્ર ભોળાભાઈ પંડ્યા ફરિયાદીને વારંવાર ફોન કરીને પૈસાની ઉધરાણી કરતા હતા. ASIએ મેહુલ માહ્યાલંશી (ખાનગી વ્યક્તિ)નો નંબર આપીને ફરિયાદી જોડેથી 10 હજારની રકમ ફોન પે કરાવી હતી. બાકીના 20 હજાર માટે બંને પોલીસ કર્મી ઉધરાણી કરતા હતા.

ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી સમગ્ર બાબત અંગેની ફરિયાદ ACBમાં કરી હતી. ફરિયાદ અનુસાર ગઈકાલે ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર ડી.એમ.વસાવા દ્વારા લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ASI ફરિયાદી પાસેથી 20 હજારની રકમ લેતા સ્થળ પર પકડાઈ ગયા હતા. જ્યારે ખાનગી વ્યક્તિ મેહુલ માહ્યાલંશીને શંકા જતાં સ્થળ પરથી નાસી ગયો હતો. ACBએ ઝડપાયેલા ASIને ડીટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular