Thursday, June 25, 2026
HomeGujaratસુરતમાં પકડાયેલી નકલી નોટ કેસમાં વધુ 17 કરોડની નોટ દિલ્હીથી ઝડપાઈ

સુરતમાં પકડાયેલી નકલી નોટ કેસમાં વધુ 17 કરોડની નોટ દિલ્હીથી ઝડપાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ તાજેતરમાં સુરત ગ્રામ્ય પોલીસે નકલી ચલળી નોટનો મોટો જથ્થો એક ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પોલીસ ઝીંણવટ ભરી તપાસ કરતાં એક બાદ એક કળી પોલીસના હાથમાં આવતા પોલીસે વધુ નકલી નોટનો જથ્થો દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે. હાલ નકલી નોટના કેસમાં પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે. ઉપરાંત 5 જગ્યાએ તપાસ કરીને 334 કરોડની નકલી નોટને ઝડપી પાડી છે.

સુરતના કામરેજ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી દીકરી ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી પોલીસે 25.80 કરોડની 2000ની નકલી નોટને ઝડપી પાડી હતી. નકલી નોટ સાથે ઝડપાયેલા રાજકોટના આરોપી હિતેશે પોલીસને ગુમરાહ કરવા માટે આ નકલી નોટ ફિલ્મના શૂટિંગ માટેની હોવાનું રટણ કર્યું હતું. જોકે પોલીસને શંકા જતાં વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ પોલીસને જામનગરમાંથી ચારાની નીચે સંતાડેલી 52.74 કરોડની નકલી નોટ મળી આવી હતી. પોલીસની તપાસમાં વધુ નકલી નોટ આરોપીએ આણંદમાં રાખી હોવાનું સામે આવતા પોલીસે આંણદમાંથી 89.98 કરોડની નકલી નોટ ઝડપી પાડી હતી.

- Advertisement -

આ તમામ નકલી નોટ મુંબઈમાં છપાવી હોવાનું આરોપીએ કબુલ કરતા પોલીસની ટીમે મુંબઈમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 227 કરોડની નકલી નોટને કબ્જે કરી હતી. નકલી નોટના કેસમાં પોલીસે અગાઉ ઝડપેલા આરોપી પ્રવિણ સુખલાલ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન વધુ એક આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસની ટીમે દિલ્હીમાં સર્ચ શરૂ કર્યું હતું. આ દરમિયાન દિલ્હીનો રહેવાસી અમિત રાણા જે બાઉન્સર તરીકે ફરજ બજાવે છે. તેના ઘરેથી પોલીસને 17.75 કરોડની નકલી નોટ મળી આવી હતી. અત્યાર સુધીમાં પોલીસે કુલ 5 જગ્યા પર સર્ચ કરીને 334 કરોડની નકલી નોટ કબ્જે કરપી છે. જ્યારે આ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરતાં આરોપીઓની સંખ્યા 8 થઈ છે.

આરોપીઓ દ્વારા ટ્રસ્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હતા. અત્યાર સુધીમાં 14થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. ઠગ ટોળકીએ અંદાજિત 3 કરોડથી પણ વધારે રકમની છેતરપિંડી કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી 20 લાખની ઓરિજનલ નોટ પણ મળી છે. પોલીસની શંકા છે કે, આરોપીઓ ઓરિજનલ નોટની સાથે નકલી નોટ બજારમા ફરતી કરવાનો ઈરાદો હતો. ઉપરાંત આરોપી દ્વારા 400 કરોડથી વધુની નકલી નોટ છાપી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular