તોફિક ઘાંચી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પોતાની પડતર માગણીઓને લઈને ગુજરાતના અનેક સંગઠનનો આંદોલનના માર્ગ પર ઉતર્યા છે, ત્યારે અમદાવાદમાં વધુ એક આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પોતાની પડતર માગણીને લઈને મેદાનમાં ઉતર્યા છે અને હડતાલ માટે એલાન કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળના પ્રમુખ દેવકર સાબારીયા અને જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાના નેજા હેઠળ હડતાલ ચાલશે તેમ વી.એસ હોસ્પિટલ નોકર મંડળના પ્રતિનિધિ ભગુભાઈએ જાણવ્યું હતું. વધુમાં તેમણે નવજીવન ન્યૂઝ સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે આજે સવારે તા.23/09/2022 ગુરુવારના રોજ વી.એસ. કેમ્પસમાં ચોથા વર્ગના કર્મચારી ફરજ પર કાળી પટ્ટી બાંધી અને સૂત્રોચાર કરી મ્યુનિસિપલ કમિશનર સામે પોતાનો પડતર માગણીઓ માટે વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યકમ શુક્રવાર, શનિવાર, રવિવાર સુધી ચાલશે.

જો સોમવાર સાંજે 4:0 વાગે અમદાવાદ શહેર 48 વોર્ડના સફાઈ કામદાર, વી. એસ, શારદાબેન, L.G, અને નગરી એમ ચાર હોસ્પિટલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારી AMCની દાણાપીઠ ખાતે આવેસી કચેરીમાં ભેગા મળી સુત્રોચાર કરશે. અંદાજીત 24000 નોકર મંડળના સભ્યો કાર્યક્રમમાં જોડાયેલ છે. મંડળના સભ્યો દ્વારા પોતાના સળગતા મુદ્દાના નિકાલ માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેમના કહ્યા મુજબ પહેલા કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવામાં આવશે. બાદમાં દરેક મસ્ટર પર રામ ધૂન બોલાવશે, દરેક ઝોન લેવલે સુત્રોચાર કાર્યકમ, એ. AMC કોર્પોરેશન પર હજારોની સંખ્યામાં સુત્રોચાર, એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. સફાઈ કર્મચારી, AMTS, ફાયર બ્રિગેડ જુદી જુદી હોસ્પિટલ, અલગ-અલગ વિભાગના કર્મચારી માસ સીએલ પર ઉતરશે. ઉપરોક્ત જણાવેલા પ્રશ્નોનો નિરાકરણ નહીં આવે તો કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેમ જણાવ્યું.








