Thursday, April 16, 2026
HomeGeneralદાઉદ ગેંગ પર તપાસ એજન્સીઓએ કર્યો પ્રહાર, ગેંગસ્ટર છોટા શકીલના બે સાથીઓની...

દાઉદ ગેંગ પર તપાસ એજન્સીઓએ કર્યો પ્રહાર, ગેંગસ્ટર છોટા શકીલના બે સાથીઓની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દાઉદ ગેંગ સામે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ આ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે, જે ગેંગસ્ટર છોટા શકીલના નજીકના હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા સભ્યોની ઓળખ આરિફ અબુબકર શેખ (59) અને શબ્બીર અબુબકર શેખ તરીકે થઈ છે. એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા સભ્યો ડી-કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. સાથે જ તેઓ મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં આતંકવાદને પણ આર્થિક મદદ કરી રહ્યા હતા.



અધિકારીએ જણાવ્યુ હતું કે, “ધરપકડ કરાયેલા આરોપીઓને શુક્રવારે એનઆઇએની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સપ્તાહની શરૂઆતમાં એનઆઈએએ મુંબઈ કમિશનરેટમાં 24 અને મીરા રોડ ભાયંદર કમિશનરેટમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. “અમને પુરાવા તરીકે સંખ્યાબંધ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, સ્થાવર મિલકત સંબંધિત દસ્તાવેજો, પૈસા અને શસ્ત્રો મળી આવ્યા છે. આવી સ્થિતિમાં, હવે અમે તે બધાને બોલાવીશું જ્યાંથી એક પછી એક ઉપરોક્ત વસ્તુઓ મળી આવી છે અને તેમને સમગ્ર મામલાનો ખુલાસો કરવા કહીશું.”

તપાસ ટીમના અધિકારીઓના જણાવ્યા અનુસાર છોટા શકીલના બનેવી સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ, માહિમ અને હાજી અલી દરગાહના મેનેજિંગ ટ્રસ્ટી સુહેલ ખંડવાણી, બોલીવૂડના નિર્માતા અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી સમીર હિંગોરાની, કથિત હવાલા ઓપરેટર અબ્દુલ કાયદાયમ, કથિત બુકીમાંથી બિલ્ડર બનેલા અજય ઘોસાલિયા ઉર્ફે અજય ગાંડા, મોબીડા ભિવંડીવાલા, ગુડ્ડુ પઠાણ અને રેસ્ટોરન્ટ માલિક અસલમ સરોદિયા એનઆઈએના સ્કેનર હેઠળ છે. આ વર્ષે 3 ફેબ્રુઆરીએ તપાસ એજન્સીએ આ કેસના સંબંધમાં મુંબઈ અને આસપાસના અન્ય જિલ્લાઓમાં 29 સ્થળોએ તલાશી લીધી હતી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular