Tuesday, November 24, 2026
HomeNationalમંદિવાળાનું શોર્ટ કાવરિંગ આવશે તો ખાંડમાં તેજીનો ભડકો થવો નિશ્ચિત

મંદિવાળાનું શોર્ટ કાવરિંગ આવશે તો ખાંડમાં તેજીનો ભડકો થવો નિશ્ચિત

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ન્યુયોર્ક કોમોડિટી એક્સ્ચેન્જ પર મંદિવાળા ફાંડોના ઓળીયા જો શોર્ટ કાવરિંગ (વેચાણ કાપવા) આવશે તો ખાંડમાં તેજીનો ભડકો થવો નિશ્ચિત છે. નાયમેક્સ પરની ફાંડોની શોર્ટ પોઝિશન,  કમિટમેન્ટ ઓફ ટ્રેડએ આપેલા ડેટ મુજબ ઓગસ્ટના આરંભે હતી તે ૯ ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં ૧૯૬ કોન્ટ્રેક્ટ વધીને, છેલ્લા બે વર્ષમાં ક્યારેય ન જોવાયેલી ૬૫૮૧૧ લોટ (પ્રત્યેક ૧.૧૨ લાખ પાઉન્ડ) પર પહોંચી ગઈ હતી. નાયમેક્સ ખાંડ ઓકટોબર વાયદો બે સપ્તાહના તળિયેથી સપ્તાહાંતે વધીને ૧૮.૦૮ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) થયો હતો. જો કે આ માટે બ્રાઝિલ સુગર ઉતપાદનના અંદાજો ઘટાડાયા તે પણ જવાબદાર છે.

બ્રાઝિલમાં શેરડીનું ઓછું વાવેતર અને ઉત્પાદન સાથે યીલ્ડ (શેરડીમાં ફ્રૂકટોસનું પ્રમાણ) ઓછું આવતા ગત સપ્તાહે સરકારી એજનસી કોનાબએ ૨૦૨૨-૨૩નો ખાંડ ઉત્પાદન અંદાજ, એપ્રિલના ૪૦૩ લાખ ટનથી ઘટાડીને ૩૩૯ લાખ ટન મૂક્યો હતો. ભાવ ઘટાડાનું એક કારણ ભારત તરફથી નિકાસ વધારવાની મંજૂરી પણ હતું. ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશ (ઇસમા)નો અંદાજ છે કે આગામી ઓક્ટોબરથી શરૂ થતી ૨૦૨૨-૨૩ ની ખાંડ મોસમમાં ઉત્પાદન, ઘર વર્ષના ૩૯૪ લાખ ટનથી વધીને ૩૯૯.૭ લાખ ટન આવશે.

- Advertisement -

નિકાસ બજારમાં ભારત ડિફૉલ્ટર ના થાય તે હેતુથી ભારત સરકારે ૫ ઓગસ્ટે નિકાસ ક્વોટા ૩૦ સપ્ટેમ્બર સુધી ૧૨ લાખ ટન વધાર્યો હતો. આમ વર્તમાન વર્ષ માટે કૂલ નિકાસ કવોટા ૧૧૨ લાખ ટન થઈ ગયો છે. ભારત અને થાઈલેન્ડમાં ઉત્પાદન વધવું એ મંદિવાળા માટે રાહતના સમાચાર છે. વિશ્વના બીજા નંબરના નિકાસકાર દેશ થાઈલેન્ડે ૨૦૨૧-૨૨માં ૭૦ લાખ ટન ખાંડ નિકાસ કરી હતી.

જગતના ત્રીજા મોટા સુગર ઉત્પાદક દેશ યૂરોપમાં પણ દુષ્કાળની સ્થિતિને લીધે અહીથી પૂર્વથી ઓછો આવવાની શક્યતાએ ભાવ ૧ મહિનાની ઊંચાઈએ પહોંચી ગયા છે. મારેક્સ ટેકનોલોજી તાજેતરમાં કહ્યું હતું કે જર્મની અને ફ્રાન્સમાં ગરમ અને સૂકા હવામાનને લીધે બીટમાં સુગરનું યીલ્ડ ઓછું આવશે. ભારતમાં ગંગા કિનારાના વિસ્તારમાં જૂન જુલાઈમાં વરસાદનું પરમાણ ઓછું હોવાથી શેરડી પાક મુશ્કેલીમાં મુકાયો છે.

ભારત સરકારે કાર્બન મુક્ત પરિયાવરણ કાર્યક્રમ હાથ ધર્યો હોવાથી, ઇથેનોલ ઉત્પાદનમાં વધારાને પ્રોત્સાહિત કરવાનું શરૂ કરતાં સુગરના ભાવ વધવા સંભવ છે. નીતિ આયોગનું કહેવું છે કે મકાઇ, બાજરો, ચોખા, બારલી જેવા કુદરતી અનાજ સ્ત્રોતમાંથી ઇથેનોલ બનાવવા સાથે ભારત પ્રયત્નશીલ છે, પણ શેરડીમાંથી મોલાસીસ ડિસ્ટીલરીઝ બેઝ ૪૨૬ કરોડ લિટરની ક્ષમતા વિકસાવાઈ છે.

- Advertisement -

ભારતનું સુકરોસ (સુગર)નું ઉત્પાદન ૪૦૦ લાખ ટણે પહોંચ્યું છે સામે વપરાશ ૨૭૦ લાખ ટન હોવાથી ૧૩૦ લાખ ટન વધારાની સુગરને ઇથેનોળ તરફ વાળી શકે છે, જે અત્યારે ૪૫ લાખ ટન જ ઇથેનોલ ઉત્પાદનમાં વપરાય છે. અત્યારે વધારાનું બધુ ઉત્પાદન નિકાસ બજારમાં ઠલવાય છે. જાગતિક દિલરોનું માનવું છે કે ભારત આ વર્ષે જાગતિક બજારમાં ૧૧૦ લાખ ટન સુગર નિકાસ કરશે.

આમ બ્રાઝિલ પછી બીજાનંબરે ભારત સુગર નિકાસ કરે છે. જગતમાં માલ ભરવો કી લાંબાગાળા સુધી જારી નથી રહેવાનો. અન્ય દેશની તુલનાએ ભારતમાં શેરડીના ભાવ ઊંચા હોવાથી ભાવ પણ ઊંચા રહે છે. આને લીધે જાગતિક બજારમાં સ્પર્ધાત્મકતા વધી છે. નિકાસ ઊંચા ભાવે નહીં થઈ શક્તિ હોવાથી ખેડૂતોને શેરડીની બાકી ચુકવણી પણ ખૂબ વધી ગઈ છે.     

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular