Sunday, June 28, 2026
HomeNationalનકલી સર્ટીફિકેટ મામલે સમીર વાનખેડેએ નવાબ મલીક સામે કર્યો માનહાનીનો કેસ, એટ્રોસિટી...

નકલી સર્ટીફિકેટ મામલે સમીર વાનખેડેએ નવાબ મલીક સામે કર્યો માનહાનીનો કેસ, એટ્રોસિટી પણ દાખલ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે શહેર પોલીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મહારાષ્ટ્રના સામાજિક ન્યાય વિભાગની મુંબઈ જિલ્લા જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિ તરફથી ‘ક્લીન ચિટ’ મળ્યા બાદ સમીર વાનખેડેએ રવિવારે ફરિયાદ નોંધાવી હતી. સમિતિએ સરકારી નોકરી મેળવવા માટે વાનખેડે દ્વારા બનાવટી જાતિ પ્રમાણપત્રો રજૂ કરવાના આરોપોની તપાસ કરી હતી.

નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડેએ સરકારી નોકરી મેળવવા માટે નકલી જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. સમીર વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે હાલ કથિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. પોલીસે રવિવારે માનહાનિના આરોપમાં પૂર્વ NCB અધિકારીની ફરિયાદ પર નવાબ મલિક વિરુદ્ધ FIR નોંધી છે. જિલ્લા જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિએ શુક્રવારે તેમના આદેશમાં કહ્યું હતું કે, સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ ણ હતા. તે સાબિત થયું છે કે તે મહાર જાતિના છે, જે અનુસૂચિત જાતિ (SC) શ્રેણીમાં આવે છે. સમિતિનો આદેશ મળ્યા પછી વાનખેડેએ પોલીસ સ્ટેશન જઈને નવાબ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ વધુ એક FIR નોંધવામાં આવી છે. NCBના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ફરિયાદ પર ગોરેગાંવ પોલીસે નવાબ મલિક વિરુદ્ધ IPCની કલમ 500 અને 501 હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે SCST એક્ટ હેઠળ કલમ 3(1)(u) પણ લગાવવામાં આવી છે. સમીર વાનખેડે હાલમાં ચેન્નાઈમાં ડીજીપીએફના એડિશનલ કમિશનર છે. ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, સમીર વાનખેડેએ નવાબ મલિક પર તેમને અને તેમના પરિવારને બદનામ કરવાનો અને તેમના પર ત્રાસ આપવાનો આરોપ મૂક્યો છે. FIRમાં આરોપ છે કે ડ્રગ્સના આરોપમાં નવાબ મલિકના જમાઈ સમીર ખાનની ધરપકડ બાદ નવાબ મલિકે સમીર વાનખેડે વિરુદ્ધ ખોટું અભિયાન ચલાવ્યું અને તેમની મહાર જાતિ પર સવાલ ઉઠાવ્યા હતા. નવાબ મલિકે સમીર વાનખેડે પર ધર્મ પરિવર્તન કરવાનો ખોટો આરોપ પણ લગાવ્યો હતો. તેમની સરકારી નોકરી પર સવાલ ઉઠાવ્યા, ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular