નવજીવન ન્યૂઝ. ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે પક્ષો વચ્ચેના વિવાદ બાદ બોમ્બ વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ઈન્દોરના બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા વિસ્તારમાં બની હતી. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા ગામમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. તે જ સમયે એક યુવક બોમ્બ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં 15 ઓગસ્ટની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગ્રામજનોનું ટોળું પણ એકત્ર થઈ ગયું હતું. એવું કહેવાય છે કે યુવક ભીડની વચ્ચે પહોંચ્યો અને ત્યાં બોમ્બ ફેંકી દીધો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે બોમ્બ સ્થળ પર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હોવાનું કહેવાય છે કે આસપાસના ગામોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરનાર યુવક પણ તેની ઝપેટમાં આવી ગયો અને તેનું મોત નીપજ્યું.








