નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. રાજકોટ નજીકના એક એકમમાં સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન ₹25,000 ની લાંચ લેવાઈ હતી, જેને સાંસદે ગણતરીની મિનિટોમાં જ પરત કરાવી દીધી.
પ્રાપ્ત માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી એક સરકારી કચેરીના અધિકારીએ ચકાસણીના બહાને નજીકના વિસ્તારમાં આવેલા એકમમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન કથિત ગેરરીતિના કારણે દંડ તરીકે રકમ વસૂલવામાં આવી, જેમાંથી ₹25,000 તોડ રૂપે લેવામાં આવ્યા હતા. અધિકારીએ તે રકમ માટે કોઈ પહોંચ પણ આપી નહોતી.
જ્યારે આ ઘટનાની જાણ એકમના માલિકે સાંસદ રામભાઈ મોકરીયાને કરી, ત્યારે તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક અધિકારી સાથે વાત કરી અને તેમને કડક ઠપકો આપ્યો. સાંસદના તીવ્ર દખલથી માત્ર થોડીજ મિનિટોમાં લાંચ તરીકે લેવામાં આવેલી રકમ સંપૂર્ણ રીતે પરત કરવામાં આવી.
રાજ્યસભા સાંસદ રામ મોકરિયા કહે છે કે, ગઈકાલે (3 જૂને) સાંજના સમયે મને એક કારખાનેદારનો ફોન આવ્યો જેમનું એકમ રાજકોટમાં છે. તેમણે કહ્યું કે અધિકારી આવ્યા છે અને ચેકિંગ કરે છે, હેરાનગતિ કરી રહ્યા છે. જેથી મેં કહ્યું કે તેમને ફોન આપો હું વાત કરું છું, તોલમાપ ખાતાના અધિકારી બંસીલાલ ચૌહાણ સાથે મારી વાત થઈ. મેં તેમને કહ્યું કે ધોરણસર થતો દંડ લઈ લો, હેરાનગતિ કરતા નહીં. દસ મિનિટ પછી મને તે વ્યક્તિનો ફરી ફોન આવ્યો અને કહ્યું કે મારું કામ પતાવ્યું રૂ. 12 હજારનો દંડ કર્યો છે. જે પછી મેં પુછ્યું કે બીજા કોઈ રૂપિયા તો લીધા નથી ને, તેમણે કહ્યું કે હા. 25000 રૂપિયા લીધા છે.
આ જાણી મે તે અધિકારીને ફોન કર્યો અને કહ્યું કે તમે કેમ વધારાના રૂપિયા લીધા? તે અધિકારીએ ભૂલ સ્વીકારી અને મેં કહ્યું ત્યારે તેમણે તે વેપારીને વધારાના 25,000 અધિકારીએ પાછા આપી દીધા. જેથી સરકારી કચેરીમાં કે કોઈપણ સ્થાને તમારી પાસે ખોટી રીતે પૈસા માગવામાં આવે તો એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)માં કરવી જોઈએ અથવા મારી પાસે રજૂઆત આવશે તો તેનો નિવેડો લાવવામાં આવશે. લાંચિયા અધિકારીઓને દાખલારૂપ સજા થવી જોઈએ. હાલ પણ તોલમાપ ખાતાના અધિકારી મને મળવા માગતા હતા પણ આજે આવ્યા ત્યારે મીડિયા આવતાની સાથે જ તેઓ રવાના થઈ ગયા હતા.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








