Friday, May 1, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ: ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જે અંતર્ગત આજે સવારે 6 થી સાંજે 6 કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં આઠ-આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ, ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં ચાર-ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

- Advertisement -

વધુમાં, રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ, 18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, કુલ 112 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. 27 જુલાઈ, 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular